શૌચાલય સૌથી મોટું કૌભાંડ?, PM મોદીનું સ્વચ્છ ભારતનું સપનું પૂરું કરવા ગુજરાત નિષ્ફળ

| Updated: June 16, 2022 5:09 pm

ગાંધીનગર :ગુજરાત સરકાર ધ્વારા જાહેર માર્ગો ઉપર ગામડાઓમાં 43લાખ શૌચાલય બનાવ્યાના બોર્ડ મારી વાહવાહી કરવામાં આવી રહી છે  જ્યારે બીજી બાજુ વાસ્તવિક સ્થિતિ એવી છે કે ગામડાઓમાં શૌચાલય બાબતે લોકોને સ્વછતાના પાઠ ભણાવવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. ગુજરાત સરકાર દ્વારા જાહેરમાં બોર્ડ મારીને જાહેરાત કરવામાં આવી રહી છે કે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ, ગુજરાતે આંબી વિકાસની ઊંચાઈ, જેમા સ્વચ્છ ભારત મિશન હેઠળ રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં 43 લાખ શૌચાલય બનાવાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

એક  આંકડા તરફ નજર નાખીએ તો  2012ના બેસલાઈન સર્વે મુજબ 33,04,217 પરિવારો શૌચાલય વિહોણા હતા અને 36,90,505 પરિવારો પાસે શૌચાલય હતા. આજે આ સર્વેના 10 વર્ષ પછી સરકાર દાવો કરી રહી છે કે ગુજરાતના ગામડાઓમાં 43 લાખ શૌચાલય બનાવ્યા, તો શું દસ લાખ કુટુંબો દસ વર્ષમાં ગુજરાતમાં વધ્યા અને જો સરકારે 43 લાખ શૌચાલય બનાવ્યા હોય તો દરેક ગામમાં જાહેર શૌચ હજી પણ કેમ ચાલુ છે, શું ગુજરાત સરકાર રાજ્યમાં જાહેર શૌચમુકત બનાવવામાં નિષ્ફળ ગઈ છે અને તેણે ફક્ત વડાપ્રધાનની વાહવાહી મેળવવા દાવો કરી નાખ્યો છે.

સરકારના કામો કરતા એક કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે શૌચાલય બનાવવા માટે સામાન્ય રીતે 30 હજારનો ખર્ચ થાય છે. સરકાર તેનામાટે 12000ની સહાય આપે છે, જેથી લોકો શૌચાલય બનાવવાનું ટાળી નાના ખાળ કૂવા કરી દે છે અને ચોપડે નોંધી દે છે. તેના પછી જાહેરમાં જ શૌચ જવાનું કે ખુલ્લામાં કે બિનરહેણાક વિસ્તારમાં શૌચાલય જાય છે. આ સ્થિતિમાં ગુજરાતના ગામેગામ હજી લોકો જાહેર માર્ગો અને જાહેર જગ્યાએ શૌચ કરવા જાય છે. તેમા ઘણા ફરિયાદ કરે છે કે અમને શૌચાલય મળ્યું નથી. બીજી બાજુએ કેટલાક શોચાલય ઉપયોગ કરવા લાયક નથી તો કેટલાક પાણીની ફરિયાદ કરે છે.

પરંતુ આ બધી લોક ફરિયાદ નું કારણ સરકાર દ્વારા કામગીરી પર ધ્યાન ન આપવાનું છે. તેના લીધે ગામડાઓ હજી સુધી શૌચમુક્ત થઈ શક્યા નથી. ગામડાઓ હજી પણ શૌચ મુક્ત થઈ શક્યા નથી. સરકારને ગામડાઓમાં જઈને લોકોને સમજાવવા કે સ્થિતિમાં પરિવર્તન લાવવાની જગ્યાએ ગાંધીનગરના મુખ્ય માર્ગ પર હોર્ડિંગ્સ કરરીને પ્રચાર કરવામાં વધુ રસ છે.

ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ  90 %  ગેરરીતિ

સર્વ સમાજ સેના ગુજરાતના અધ્યક્ષ અને પૂર્વ સરપંચ મહિપતસિંહ ચૌહાણએ જણાવ્યુ કે ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ એટ્લે શૌચાલય કૌભાંડ. આ શૌચાલયની સ્કીમમાં જો તપાસ કરવવામાં આવે તો 90 % ગેરરીતિઑ થઈ છે અને ગામડાઓમાં જાહેર શૌચની સ્થિતિ જૈસે થે છે.

સ્ટોર રૂમ તરીકે ઉપયોગ

ખેડા જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખ પ્રધ્યુમાનસિંહ ઠાકોરે  જણાવ્યું કે સરકારની જાહેર શૌચ મુક્ત અભિયાન ફેલ ગયું છે. સરકાર જે સહાય આપે છે તે 12 હજાર રૂપિયામાં કશું ન થાય. ફક્ત ખાડા ખોદવાના પાંચ હજાર રૂપિયા, પાંચ હજાર ઇંટોના, લોખંડ, રેતી, કપચી, સામગ્રી તથા મજૂરી ગઈએ તો ઓછામાં ઓછું 30 હજાર રૂપિયાનો ખર્ચ એક શૌચાલય બનાવવા માટે થાય છે. ગામડાઓમાં સરકારી યોજનામાં બનેલ શૌચાલયમાં મોટાભાગે લોકો લાકડા ભરે છે અને સ્ટોર રૂમ તરીકે ઉપયોગ થાય છે. આમ સરકારનું મિશન ગામડામાં તો નિષ્ફળ જ ગયું છે.

માત્ર ‘શો પીસ’ વાળા શૌચાલય

ગામમાં અને આજુબાજુમાં વસવાટ કરતા લોકોની મુલાકાત કરો તો એવા શૌચાલય નજરે પડે છે કે જયાં માત્ર બંધ કેબિન હોય. શૌચાલયમાં લાકડા ભર્યા હતા તો બીજામાં પશુને ખાવાનું ઘાસ અને ત્રીજામાં સામાન ભરવામાં આવ્યો હતો. લાભાર્થીના શૌચાલયનો કુવો જ કેટલીય જગ્યાએ ખોદ્યો નથી તો ઉપયોગ કેમનો થવાનો. સરકાર દ્વારા આપવામાં આવેલી સહાયના ટોઇલેટમાં ઘણી જગ્યાએ લોકો શૌચાલયનો કેબિન તરીકે વિધિવત રીતે દૂરપયોગ કરી રહ્યા છે. કેટલાક સ્થળે તો લોકો લાકડા ભરે છે, જૂની ના કામની વસ્તુઓ, ખેતીના સાધન પણ મૂકી રાખે છે.

Your email address will not be published.