ગુજરાત: ખાનગી શાળામાં શિક્ષક સાથે છેતરપીંડી, શિક્ષકના નામે 1 લાખની લોન લીધી

| Updated: April 23, 2022 8:53 am

ગુજરાતનાં (Gujarat) ઘાટલોડિયામાં આવેલી એક ખાનગી શાળા ત્રિપદા સ્કૂલના  શિક્ષક વિનોદ ચાવડા સાથે આર્થિક છેતરપીંડી થઈ હોવાનું સામે આવ્યું છે.  શાળા પ્રશાસને તેમને જાણ કર્યા વિના સરકારની આત્મનિર્ભર ભારત યોજના હેઠળ તેમના નામે 1 લાખ રૂપિયાની લોન લીધી હતી.

શિક્ષક વિનોદે આ બાબત વિશે મુખ્યમંત્રી કાર્યાલયને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે શાળાએ તેની સાથે આર્થિક છેતરપિંડી કરી છે.તેમણે કહ્યું કે,ત્રિપદા સ્કૂલે તેને ઘણા મહિનાઓથી પગાર ચૂકવ્યો ન હતો અને જ્યારે તેણે આ અંગે ફરિયાદ કરી તો તેને લોનના કાગળો પર સહી કરવાનું કહેવામાં આવ્યું હતું. થોડા દિવસો પછી તેના ખાતામાં 1 લાખ રૂપિયા જમા થયા હતા. બાદમાં શાળાના ટ્રસ્ટીઓએ તેને શાળા પ્રશાસનના નામે ચેક લખવાનું  કહ્યું હતું. જ્યારે તેણે આનો વિરોધ કર્યો, તો સ્કૂલે તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો . ગુજરાતમાં (Gujarat) ખાનગી શાળાના શિક્ષકો તરફથી આવી અનેક ફરિયાદો ડીઈઓ કચેરીને મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટી પાસે ગાર્ડનમાં બેસી વાંચન કરતા વિદ્યાર્થી પર હુમલો

Your email address will not be published.