જૂનાગઢમાં કોરોના સહાયથી હજી પણ 1300 મૃતકોના પરિવારજનો વંચિત

| Updated: January 18, 2022 5:33 pm

સુપ્રીમ કોરેટના આદેશ બાદ સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને સહાય આપવાની શરુઆત પુરજોશમાં કરી હતી. ઘણા લોકોના પૈસા પણ આવી ગયા હતા. પરતું જૂનાગઢ જિલ્લામાં હજુ 1300થી વધુ અરજદારોને સહાય માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે.

સરકાર દ્વારા અત્યાર સુધીમાં કુલ 3165 અરજદારોના પરિવારજનોમાંથી 1770 અરજદારોને 8.85 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે. 497 અરજદારોને હજુ ગ્રાન્ટના અભાવે સહાય મળી નથી અને 838 અરજીઓનો નિર્ણય હજુ બાકી છે. તે માટે ડિઝાસ્ટર વિભાગ દ્વારા સાત કરોડ રૂપિયાની સરકારમાંથી ગ્રાન્ટની માંગણી પણ કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા છેલ્લા 20 દિવસથી ગ્રાન્ટ ફાળવવામાં આવતાં અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે

જૂનાગઢમાં કોરોના વાયરસના ઘણા લોકોનો ભોગ લીધા હતા. જો કે, સરકારે વિધાનસભામાં આ અંગે માહિતી પણ આપી હતી. જેમાં જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લામાં માત્ર 60 જેટલા જ લોકોના કોરોના વાયરસથી મૃત્યુ થયા હોવાની માહિતી આપી હતી. જોકે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની અધકચરી માહિતી આપવાને લઈને આડેહાથે લીધી હતી. તે વખતે સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામેલા તમામ પરિવારોને ચૂકવણી કરવાનો આદેશ આપ્યો હતો. જોકે કોરોનાથી મૃત્યુ પામેલા 1300 મૃતકોના પરિવારજનોને સહાય આપવામાં ગલ્લા-તલ્લા કરી રહી છે.

Your email address will not be published.