Gujarat: સરકારે શિયાળું પાકને ટેકાના ભાવે પાકોની ખરીદીની પ્રક્રિયા શરૂ કરી, આ નંબરથી ઓનલાઇન અરજી કરી શકો છો

| Updated: January 22, 2022 5:43 pm

રાજયમાં રવિ સીઝન પાક થઇ ગયો છે અને તેને લઇને ટેકાના ભાવમાં ખરીદી કરવામાં આવશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને તેને લઇને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને તેની સાથે જો વાત કરવામાં આવે ખેડૂતોના પાકમાં મધ્યમ આવક જોવા મળી રહી છે અને તેને લઇને સરકાર દ્વારા ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવી છે તો હાલ ખેડૂતોમાં તેને લઇને ખૂશી જોવા મળી છે.રવિ સીઝન 2021-22માં લઘુતમ ટેકાના ભાવે તુવેરની ખરીદી તા.15-2-2022 અને ચણા તથા રાયડાની ખરીદી તા.1-3-2022 થી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી., અમદાવાદ મારફતે કરવામાં આવી છે અને તેને લઇને ખેડૂતો પણ ખૂશી જોવા મળી રહી છે.

તુવેર, ચણા અને રાયડા પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત કરવામાં આવી છે અને તેની સાથે જો વાત કરવામાં આવે કે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે જે લોકોને હજુ પણ પાક ખેતરમાં હોય તે લોકોમાં કેમકે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેની સાથે ખેડૂતોના પાકને નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે.ઓનલાઇન નોંધણીમાં જો કોઇ સમસ્યાઓ જોવા મળે તો સવાર 9 થી સાંજના 6 સુધી હેલ્પલાઇન નંબર 079- 26407609, 264076010 , 264076011, અને 264076012 ઉપર સંપર્ક કરવાનો રહેશે તેવું પણ સાથે કહેવામાં આવ્યું છે.

ચાલુ વર્ષે ચણા સહિતના રવિ સિઝનના પાકોનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને પગલે કેન્દ્રિય કૃષિ મંત્રીને ચણાનો વધુ જથ્થો ખરીદવા વિનંતી કરવામાં આવી છે અને તેની સાથે જો ભાવની વાત કરવામાં આવે તો 2021-22 માં તુવેર માટે રૂ. 1260 પ્રતિ 20 કી.ગ્રા, ચણા માટે રૂ. 1050 પ્રતિ 20 કી.ગ્રા (મણ), અને રાયડા માટે રૂપિયા 1010 પ્રતિ 20 કી.ગ્રા(મણ) લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને તેની સાથે જો વાત કરવામાં આવે આવે મગફળીની તો તેની કિંમતમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાની કહેવામાં આવી છે અને તેમાં ખેડૂતોને ખૂબ નફો જોવા મળી રહ્યો છે અને તેને લઇને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહ્યો છે.

આ ઓનલાઇન અરજી કરવા માટે આધાર કાર્ડની નકલઅને અદ્યતન મહેસૂલી રેકર્ડ ગામ નમુનો 7, 12, 8 -અની નકલ અને તેની સાથે નમુના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો જરૂરી છે અને તેની સાથે નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે તેવી વાત જાણવા મળી હતી.બેન્ક ખાતાની વિગત પણ સાથે રાખવાની રહશે.

Your email address will not be published.