સરકારની જીદ પડી શકે છે મોંઘી: રાજયમાં પાંચ IAS અધિકારીઓ કોરોના સંક્રમિત છતાં સરકાર વાઈબ્રન્ટ કરશે

| Updated: January 5, 2022 9:14 pm

કોરોના વાયરસે ગુજરાતને બાનમાં લીધું છે. આજે છેલ્લા 24 કલાકમાં 3350 કેસ સામે આવ્યા છે જેંમાં અમદાવાદમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. કોરોના મહામારી વચ્ચે સરકારે વાઈબ્રન્ટને લઈ જે ઈચ્છયું હતું તે દિશામાં આગળ વધતી જઈ રહી છે. જયારે વાઈબ્રન્ટને લઈ કેટલાક અધિકારીઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે. તો બીજી તરફ રાજયના પાંચ IAS અધિકારીઓ કોરોનાની ચપેટમાં આવતા અન્ય અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાત વાઈબ્રન્ટ સમિટ 2022ની તૈયારીમાં સરકાર ઘણી વ્યસ્ત દેખાઈ રહી છે. સરકાર છેલ્લા બે મહિનાથી વાઈબ્રન્ટની તૈયારીમાં વ્યસ્ત જોવા મળી રહી છે. સરકારે જે પ્રમાણે વાઈબ્રન્ટ કરવા ઈચ્છતી હતી તે પ્રમાણે આગળ પણ વધી રહી છે. જો કે, કોરોનાના કેસો બમણી ગતિએ વધતા વાઈબ્રન્ટના આમંત્રિત ઉદ્યોગપતિઓ અને વિદેશના પ્રતિનિધિઓમાં પણ ભારે ભય જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાદ દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે એક્શન પ્લાન પણ તૈયાર કરી દીધો છે.

વાઈબ્રન્ટમાં વિદેશથી અને બીજા રાજયોમાંથી ઘણા મહેમાનો ગુજરાતના આંગણે પધારવાના છે. જે ભયજનક સાબીત થાય તેવું દેખાઈ રહ્યું છે. આ કોરોના મહામારી વચ્ચે વાઈબ્રન્ટ યોજવામાં આવે તો ગુજરાત માટે મુશ્કેલ સાબીત થઈ શકે છે.

ભારતમાં કોરોનાના કેસો વધતા ઘણા રાજયોની સરકાર સતર્ક બની ગઈ છે. જયારે રાજધાની દિલ્હીમાં કોરોના અને ઓમિક્રોનના કેસને અટકાવવા માટે કેજરીવાલ સરકારે વીકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાત સરકાર હાલ વધુ કોરોનાના કેસ વધે તેની રાહ જોઈ રહી છે તેવું દેખાય છે. કોરોનાને લઈ આરોગ્ય વિભાગે સમીક્ષા કરી હતી જેમાં ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થાય તેવી સંભાવના વ્યક્ત કરી હતી. જેને લઈ સરકારના ઘણા અધિકારીઓએ વાઈબ્રન્ટ પર ટિપ્પણી પણ કરી હતી અને આ સમિટને રદ્દ કરવા માટેની સલાહ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એક દિવસમાં પાંચ IAS અધિકારીઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. જેમાં આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, IAS રાજકુમાર બેનિવાલ, IAS હારિત શુક્લા, IAS મનોજ અગ્રવાલ અને જગદીશ પ્રસાદ ગુપ્તા કોરોના સંક્રમિત થયા હતા.

Your email address will not be published.