ડ્રગ્સની બાતમી આપો, ઈનામ મેળવોઃ ગુજરાત સરકારની નવી નીતિ

| Updated: October 13, 2021 6:20 pm

નશાબંધીનો કડક અમલ કરવા અને ગુજરાતને નશા મુક્ત કરવા માટે ગૃહરાજ્ય મંત્રી દ્વારા નાર્કો રિવોર્ડ પોલીસી જાહેર કરવામાં આવી છે. ડ્રગ્સના નાના -મોટા કેસ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ નીતિ હેઠળ ડ્રગ્સ પકડવામાં સહાયરૂપ બનનારા બાતમીદારો અને પોલીસને રિવોર્ડ આપવામાં આવશે.

છેલ્લા 30 દિવસમાં 59 કેસમાં કુલ 82 લોકોને ઝડપી લેવાયા છે તેમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

ગુજરાતમાં આવતા ડ્રગ્સને રોકવા માટે આ યોજના બનાવવામાં આવી છે તે આવનાર દિવસોમાં ખુબ ઉપયોગી સાબિત થશે તેવો દાવો ગૃહમંત્રીએ કર્યો હતો.

Your email address will not be published. Required fields are marked *