પર્યાવરણના જતન અને પ્રદૂષણના નિવારણ માટે વીજ બચત કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું આહવાન

| Updated: July 30, 2022 4:54 pm

પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં રાજ્યપાલ (Governor) આચાર્ય દેવવ્રતએ પર્યાવરણના જતન અને પ્રદૂષણ નિવારણ માટે વ્યક્તિગત વીજ વપરાશ ઘટાડવા આહવાન કર્યું છે. જેના અંતર્ગત તેમણે લોકોને ઓફિસમાં દાખલ થાય ત્યારે લાઈટ, પંખો કે એ.સી. ઑન કરવા અને ઓફિસની બહાર નીકળતા તરતજ ઓફ કરવાની હાકલ કરી છે. જેથી વીજળીની બચત થાય અને વીજ ઉત્પાદન માટે વપરાતા કોલસાની પણ બચત થાય. અને જેથી આ વેડફાઈ જતી વીજળી કોઈ કારખામાં વાપરી શકાય અથવા કોઈ કિસાનના ખેતર સુધી પહોંચાડી શકાય.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, તેઓ ત્રણ વર્ષથી ગુજરાતના રાજ્યપાલ છે અને તેઓ રાજભવનમાં પણ આ નિયમનું પાલન કરે છે. અને આ ત્રણ વર્ષમાં રાજભવનના વીજ બીલમાં 50 % નો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે તેમના હિમાચલ પ્રદેશમાં રાજ્યપાલના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન 50% વીજળીની બચત કરી હતી.

તેમણે કહ્યું કે, નગરો અને મહાનગરોમાં મધ્યરાત્રીના 12.00 વાગ્યા પછી પરોઢના ત્રણ કે ચાર વાગ્યા સુધી ઓછામાં ઓછી અવરજવર હોવાથી મુખ્ય માર્ગોની લાઇટ્સ બંધ કરવાથી પણ વીજળીની મોટી બચત થઈ શકે તેમ છે.એટલું જ નહીં, પૂનમની રાત્રીએ પણ નગરો અને મહાનગરોમાં મુખ્ય માર્ગોની લાઈટ્સ બંધ રાખવાથી વીજળીની મોટી બચત થશે અને પર્યાવરણને લાભ થશે. આ દિશામાં વિચારવા તેમણે અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, આવી નાની નાની વસ્તુઓથી પર્યાવરણને મોટો ફાયદો થાય છે. પ્રાકૃતિક સંપદાની જાળવણી આપણી જવાબદારી છે

આ પણ વાંચો: જુઓ અમદાવાદમાં પુનઃવિકાસ અને પર્યાવરણની જાળવણી એકસાથે કરવા માટે AMCની નવી ટેકનીક

Your email address will not be published.