ફાયર સેફ્ટિ અંગે હોસ્પિટલો અને શાળાઓ પર પહેલા ધ્યાન આપીશું: સરકારનું હાઇકોર્ટને નિવેદન

| Updated: October 16, 2021 12:16 pm

ગુજરાત સરકારે હાઇકોર્ટને જણાવ્યું હતું કે અગ્નિ સુરક્ષાના સંદર્ભમાં, રાજ્ય “દરેક બિલ્ડિંગને આવરી લેવાની નેમ” સાથે ફાયર એનઓસી માટે “હોસ્પિટલો અને શાળાઓ પર પહેલા ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે”.

રાજ્યમાં ઇમારતોમાં આગ સલામતી અંગે એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલ જાહેર હિતની અરજીની સુનાવણી કરતી વેળા ન્યાયમૂર્તિ એનવી અંજારિયા અને જસ્ટિસ એપી ઠાકરની ડિવિઝન બેન્ચ સમક્ષ આવી રજૂઆત કરવામાં આવી હતી.

અરજદાર-વકીલે આ સમયે જસ્ટિસ ડી.એ. મહેતા તપાસ પંચનો અહેવાલ પણ રજૂ કર્યો હતો. આ તપાસ પંચ અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગના બનાવો કે જેમાં કુલ 13 દર્દીઓના મોત થયા હતા, તેની તપાસ માટે નિમાયુ હતું.

આદેશની ઘોષણા કરતા, ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેંચે નોંધ્યું છે કે તે “અપેક્ષા રાખે છે કે અધિકારીઓ નિશ્ચિત સમય મર્યાદામાં કાર્ય કરે કારણ કે આગ સલામતીના નિયમોનું પાલન એક મુદ્દો છે જેમાં વિલંબ કરી શકાય એમ નથી.. સુપ્રીમ કોર્ટના નિર્દેશોના અનુલક્ષમાં તેમ જ એ દ્રષ્ટિએ પણ કે આમાં દર્દીઓ અને વિદ્યાર્થ વર્ગ સહિત અનેક લોકોનું જીવન અને સલામતી સંકળાયેલ છે.

રાજ્યના વકીલ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ પણ કોર્ટને જાણ કરી હતી કે ઇમારતોમાં એનઓસીનું પાલન કરવાની વાતમાં, રાજ્ય લગભગ એક વર્ષ પહેલા હતી એ “ભયાવહ ” પરિસ્થિતિમાંથી ઉભર્યું છે.

Your email address will not be published. Required fields are marked *