વિધાર્થીઓ તૈયારીઓ કરી દો શરૂ : આગામી 100 દિવસમાં ગુજરાતમાં મોટી ભરતી પ્રક્રિયા

| Updated: October 10, 2021 2:09 pm

રાજ્યમાં પોલીસ સંવર્ગ ભરતી પરીક્ષાની મહેનત કરતા ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. આગામી 100 દિવસોમાં જ પોલીસની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને તે માટે કોવિડના કારણે પેન્ડીંગ રહેલ પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી કરવાનો હર્ષ સંઘવીએ આદેશ કર્યો છે. વિવિધ પોલીસ સંવર્ગની 27847 જગ્યાઓ પર આગામી 100 દિવસમાં જ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગૃહમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ તેમણે ભરતી બોર્ડના અઘ્યક્ષ સાથે બેઠક યોજીને વિસ્તૃત સમિક્ષા કરી હતી અને ભરતી પ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ કરવા માટે તમામ ભરતી બોર્ડના અઘ્યક્ષઓને આદેશ કર્યાં હતા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર(પ્લાટુન કમાન્ડર), ઈન્ટેલીજન્સ ઓફિસર, બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેકનીકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેકનીકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળ(માનદ)ની મળીને અંદાજીત 27847 જગ્યાઓ પર આગામી 100 દિવસોમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી શિક્ષિત યુવાઓને રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે. આ નિર્ણયથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે.

Your email address will not be published. Required fields are marked *