સાબરમતીમાં પ્રદુષણ અંગે હાઈ કોર્ટની લાલ આંખ : ટાસ્ક ફોર્સ ને સત્તા

| Updated: October 1, 2021 11:26 am

સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગેની સુઓમોટો અરજીની સુનાવણી કરતા , ગુજરાત હાઇકોર્ટે પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું ઉલ્લંઘન કરતા ઉદ્યોગો પર વેપાર મેળાઓ અને જાહેર ખાનગી ભાગીદારીના કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ પસાર કર્યો હતો.

સાબરમતી નદીમાં પ્રદૂષણના નિવારણ માટે હાઈકોર્ટ દ્વારા રચિત સંયુક્ત ટાસ્ક ફોર્સે કોર્ટને  નદીનો 120 કિલોમીટરનો વિસ્તાર ‘મૃત’ બનાવી દેવાયો હોવાની હકીકત જણાવ્યા બાદ હાઈકોર્ટની ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને વીડી નાણાવટીની બનેલી ડિવિઝન બેન્ચે 23 સપ્ટેમ્બરે એક આદેશ પસાર કરી ને આકરા પગલાં લેવા નિરધાર્યું છે.

ખંડપીઠે સંયુક્ત ટાસ્ક ફોર્સને નિર્દેશ આપ્યો કે ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધીમાં પાણીની લાક્ષણિકતાઓની ઓળખ માટે નિરીક્ષણ અને નમૂનાઓ એકત્ર કરવા અને દરેક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) નું નિરીક્ષણ કરવા માટે સ્થળ મુલાકાત શરૂ કરે . કોર્ટે માંગણી કરી છે કે આ કાર્યો માટે રિપોર્ટ રજૂ કરવામાં આવે.

AMC ને નિર્દેશ આપવામાં આવ્યો છે કે 7 ઓક્ટોબર સુધીમાં, સંયુક્ત ટાસ્ક ફોર્સના સભ્યોને, પરવાનગી વગર અથવા પરવાનગી સાથે ગંદાપાણીનું વિસર્જન કરનારા ઉદ્યોગોની વિગતો  ઉપલબ્ધ કરાવે.

કોર્ટે જીઆઇડીસી દ્વારા ઉદ્યોગોને ડ્રેનેજ કનેકશન આપવા માટે પગલાં લેવા નિર્દેશ કર્યો છે.

કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે ટોરેન્ટ પાવર કંપની લિમિટેડ અને ગવર્મેન્ટ ઈલેક્ટ્રિક કંપનીના બે જવાબદાર અધિકારીઓ ટાસ્ક ફોર્સ સાથે હોવા જોઈએ, જે ટાસ્ક ફોર્સના સભ્યોને નિર્દેશો અનુસાર, આવા ગુનાહિત ઔદ્યોગિક એકમના વીજ જોડાણને તાત્કાલિક કાપી કરવાની વ્યવસ્થાકરાવે . આવા એકમનઆ સરનામાં પર કોઈ અન્ય નામ હેઠળ ફરીથી જોડાણ અથવા નવું જોડાણ આપવામાં આવશે નહીં. કોર્ટે ટાસ્ક ફોર્સને અખબારોમાં આવા એકમની વિગતો અને પ્રદૂષણ ફેલાવતા એકમ ચલાવનાર માલિકનું નામ પ્રકાશિત કરવાની પણ સત્તા આપી છે.

આ દરમિયાન GPCB ને ટાસ્ક ફોર્સના સભ્યો સાથે “ઉદ્યોગ મુજબ અને ઔદ્યોગિક એસ્ટેટ મુજબ” ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે. 7 ઓક્ટોબર સુધીમાં હાલના CETPs ચલાવતા કે સ્થાપના કરવા માંગતા તમામ ઉદ્યોગ એકમોની વિગતો મેળવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. GPCB દ્વારા તેના વૈધાનિક કાર્યો કરવા માટે માનવબળની અછતની ફરિયાદના નિવારણ માટે, કોર્ટે રાજ્ય સરકાર અને AMC ને GPCB ને પૂરતું માનવબળ પૂરું પાડવા નિર્દેશ આપ્યો છે.

Your email address will not be published. Required fields are marked *