બિસ્માર રસ્તા અને પાર્કિંગ મુદ્દે હાઈકોર્ટનું આકરું વલણ : AMC અને સરકારની કાઢી ઝાટકણી

| Updated: October 22, 2021 6:21 pm

અમદાવાદના બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોર અને પાર્કિંગની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કોર્પોરેશન અને સરકાર સામે આકરું વલણ દાખવ્યું છે. કોર્ટેના પ્રાથમિક અવલોકનમાં હજુ અમદાવાદ શહેરના 60ટકા જેટલા રસ્તાઓ હજુ પણ બિસ્માર હોવાનું સામે આવ્યું છે.

કોર્ટે કોર્પોરેશન અને સરકારની ઝાટકણી કાઢતા પૂછ્યું હતું કે શું કોર્પોરેશન અને સરકારના અધિકારીઓને અમદાવાદના રસ્તાઓ યોગ્ય લાગે છે? શું રસ્તાઓની આ ગુણવત્તાથી અધિકારીઓ ખુશ છે? કોર્ટના હુકમના તિરસ્કારની અરજી પર અરજદારે રજૂઆત કરી હતી. કોર્પોરેશન જો લોકોને સારા રસ્તાઓ ના આપી શકતું હોય તો લોકોને ટેક્સના પૈસા પાછા આપી દે.

હાઈકોર્ટે કોર્પોરેશનને નિર્દેશ આપતા કહ્યું કે કાગળ પર કામ ન કરો. રસ્તા પર કામ દેખાવું જોઈએ. જયારે મેટ્રો રેલની કામગીરી ચાલી રહી હોય ત્યાં થયેલા બિસ્માર રસ્તા બાબતે કોર્પોરેશને કોર્ટમાં રજૂઆત કરી હતી. જેમાં કોર્પોરેશનનું કહેવું છે કે મેગાનું કામ ચાલે છે ત્યાં રોડ તૂટે તો કોર્પોરેશનની જવાબદારી નથી. તે મેગાની જવાબદારી છે.

કોર્ટે આ મુદ્દા પર ટકોર કરતા કહ્યું હતું કે રસ્તાઓ કોર્પોરેશનની સીટી લિમિટમાં છે. શું તમે મેગા જોડે કામ નથી લઈ શકતા? શું તમે મેગા કંપનીને કહ્યું કે રોડ તુટવા તેમની જવાબદારી છે, અને રસ્તાઓ ઠીક કરવાના છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે ખાલી વાયદાઓ અને સોગંદનામાં નહિ ચાલે. કામ રસ્તા પર દેખાવું જોઈએ. ટ્રાફિકની સમસ્યા મુદ્દે પણ કોર્ટે સરકારનો ખુલાસો માંગ્યો હતો. કોર્ટે કહ્યું કે ફ્લાયઓવરની નીચેની ખાલી જગ્યાઓ પાર્કિંગની સુવિધારૂપે ઉભી કરવામાં આવે જેથી પાર્કિંગની સમસ્યા હળવી થાય. જે મામલે સરકાર તરફથી કોર્ટમાં જણાવ્યું હતું કે અમદાવાદ મહાનગર પાલિકાની પાર્કિંગ પોલિસી રાજ્ય સરકારે મંજૂર કરી છે. આ ઉપરાંત કોર્ટે એએમસીને સવાલ કર્યો હતો કે મેગાના પિલર્સ પાસે થતું પાર્કિંગ રોકવા શુ કરો છો? તેનો જવાબ માંગ્યો હતો. અને 22 નવેમ્બર સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ટ્રાફિક વિભાગને પોલીસ કામગીરી કરવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો.

Your email address will not be published. Required fields are marked *