ઘર ખરીદનારાઓને મોટી રાહત આપતા ગુજરાત (GUJARAT) હાઈકોર્ટે કહ્યું કે, ફ્લેટના બાંધકામની કિંમત પર GST માટે જમીનની વાસ્તવિક કિંમત બાદ કરવી જોઈએ. વર્તમાન GST નિયમો મુજબ, ટેક્સની ગણતરીના હેતુ માટે બાંધકામની કિંમત પર વસૂલવામાં આવેલી કુલ રકમનો 1/3 ભાગ બાદ કરવામાં આવે છે.
હાલમાં, રિયલ એસ્ટેટમાં બાંધકામ સેવાઓ પર 18 ટકાનો GST વસૂલવામાં આવે છે. જમીન માટે એક તૃતીયાંશ છૂટ આપવામાં આવે છે, જેના કારણે કરવેરાનું અસરકારક મૂલ્ય 12 ટકા થાય છે. નોંધનીય છે કે, જ્યારે મકાન ઓક્યુપન્સી સર્ટિફિકેટ વગર ખરીદવામાં આવે છે ત્યારે જ GST વસૂલવામાં આવે છે .
આ પણ વાંચો: ઘર પર સોલર સિસ્ટમ લગાવી તો પ્રોપર્ટી ટેક્સમાં દસ ટકા રાહત
ખેતાન એન્ડ કંપનીના ભાગીદાર અભિષેક એ રસ્તોગી, GST પર વિવિધ અદાલતોમાં દલીલ કરી રહ્યા છે, તેમણે જણાવ્યું હતું કે જમીન અને મકાનના ટ્રાન્સફર પર કોઈ GST નથી અને તેથી જ્યારે આવા કરારો પર GST લાગુ કરવામાં આવે ત્યારે જમીનની વાસ્તવિક કિંમતને બાકાત રાખવી જોઈએ.
આ તર્કના પ્રકાશમાં, એ સુનિશ્ચિત કરવું જોઈએ કે જમીનની કિંમતમાં વધુ કપાત ઉપલબ્ધ છે અને તે માત્ર 1/3 કપાત સુધી મર્યાદિત નથી.