બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને ગુજરાત હાઈકોર્ટે આપી રાહત

| Updated: April 27, 2022 6:58 pm

વર્ષ 2017માં શાહરૂખ ખાને જ્યારે રઇસ ફિલ્મનું પ્રમોશન કર્યું તે સમયે વડોદરા સ્ટેશન પર શાહરૂખ ખાન રોકાયો હતો. આ સમયે ઉમટેલી ભીડમાં એક વ્યકિતનું ધક્કામુક્કીમાં મોત થઇ ગયું હતું. જે બાદ શાહરૂખ સામે નોંધાયેલી ફરિયાદને ગુજરાત હાઇકોર્ટે રદ કરીને શાહરૂખ ખાનને રાહત આપી છે.

વડોદરા રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટના બાદ શાહરુખ ખાન સામે ફરિયાદ નોંધાઈ હતી. રેલવે સ્ટેશન પર વ્યક્તિના મોતનું કારણ શાહરુખ ખાનના બેજવાબદારીભર્યું વર્તન હોવાની રજુઆત સાથે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ દાખલ થયા બાદ કિંગ ખાને અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે શાહરુખ ખાનની અરજી મંજુર કરી છે અને તેમની સામે થયેલી ફરિયાદને રદ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ 2017માં શાહરૂખ ખાન તેની ફિલ્મ રઇશના પ્રમોશન માટે ટ્રેન દ્વારા વડોદરા સ્ટેશન પર આવ્યો હતો. પોતાની ફિલ્મને અલગ રીતે પ્રમોટ કરવા માટે તેણે ટ્રેનથી પ્રવાસ કરવાનો પ્લાન કર્યો હતો. પ્રમોશનના ચક્કરમાં વડોદરાના એક વ્યક્તિએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. શાહરૂખ ખાન સાથે આ ફિલ્મ પ્રમોશનમાં બોલીવૂડ અભિનેત્રી સની લિયોની પણ જોડાઇ હતી. ત્યારે આ બન્ને જણા જ્યારે પ્રવાસ દરમિયાન વડોદરા રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારે ત્યાં લોકોની ભારે ભીડ સની અને શાહરૂખ ખાનની એક ઝલક મેળવવા માટે ઉંમટી પડી હતી.તેમની મોટી સંખ્યામાં રાહ જોઇ રહી હતી.

Your email address will not be published.