Gujarat High Court: હાઇકોર્ટમાં માત્ર વકીલોને જ પ્રવેશ અપાશે

| Updated: January 5, 2022 4:23 pm

કોરોના સતત કેસ વધી રહ્યા છે.અને તેની સાથે સરકાર પણ ચિંતામાં જોવા મળી રહી છે.જો વાત કરવામાં આવે ગુજરાતના કેસોની તો કાલની તારીખમાં સૌથી વધારે અમદાવાદમાં જ નોંધાયા હતા.વધી રહેલા કેસોમાં સરકાર સાથે હવે હાઇકોર્ટ દ્વારા પણ કોરોનાને લઇ નિર્ણય કરવામાં આવ્યો છે.આ અનિવાર્ય સંજોગો સિવાય કોર્ટમાં ન આવવા માટે જાહેર કરવામાં આવ્યું છે.

20 જાન્યુઆરી સુધી બંને પક્ષકારો અને વકીલની સંમતિથી જ કેસ ચલાવવા સૂચન આપવામાં આવ્યુ છે.અને તેની સાથે બીજી વાત પણ કહેવામાં આવી છે કે સાક્ષીને કોર્ટમાં બોલાવવાનો આગ્રહ ન રાખવો જોઇએ.

ગુજરાત હાઈકોર્ટમાં પ્રવેશ માટે ગેટ નંબર 5 સિવાય તમામ ગેટ બંધ કરી દેવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.તેની પહેલાની જો વાત કરવામાં આવે તો 17 મહિના સુધી કોરોનાને લઇ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ સાથે જ કોર્ટની કેન્ટીન પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પક્ષકારોને દસ્તાવેજો-કાગળો ડ્રોપ બોક્સમાં મૂકવા વિનંતિ કરવામાં આવી છે.અને આ સાથે જ કેટલાક ઉપયોગી સુચન પણ આપી દેવામાં આવ્યા છે.સાક્ષીને કોર્ટમાં ના લાવવા આગ્રહ કરવો જોઇએ.

Your email address will not be published.