એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર ગુજરાત ઈન્કમ ટેક્સના દરોડા

| Updated: May 26, 2022 12:05 pm

ગુરુવારે સવારે (Gujarat) ગુજરાતમાં ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટે ગુજરાતની વિવિઘ કંપનીઓ પર દરોડા પડયા છે. ગુજરાતમાં કુલ 40 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. 

અમદાવાદના ઇસ્કોન ચોક પર આવેલી કોર્પોરેટ ઓફિસ પર તપાસ ચાલી રહી છે. તથા હિંમતનગરની ફેક્ટરી પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. તેમજ અમદાવાદમાં રહેતા તમામ ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સની ટુકડી પહોંચી છે. જેમાં કમલેશ પટેલ, કાળીદાસ પટેલને ત્યાં ટુકડી પહોંચી છે. તેમજ સુરેશ પટેલ અને મુકેશ પટેલને ત્યાં પણ તપાસ ચાલી રહી છે. મોરબીમાં રહેલા જોઇન્ટ વેન્ચરને ત્યાં પણ તપાસ પહોંચી છે. પોલીસના મોટા કાફલા સાથે આઇટીની ઓપેરેશન થતાં ઇતના 200 અધિકારીઓ તપાસમાં જોડાય છે.

ઇન્કમટેક્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, એશિયન ગ્રેનિટો ઈન્ડિયા પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેનું મુખ્ય મથક (Gujarat) ગુજરાતમાં છે. 

કમલેશ પટેલની માલિકીની એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ એ ભારતની સૌથી મોટી ટાઇલ્સ અને બાથવેર સોલ્યુશન્સ બનાવતી  કંપનીઓમાની એક છે.

શેરબજારમાં ગઈ કાલે તેના શેર રૂ. 51.40 પર ટ્રેડ થયા હતા.

આ ઉપરાંત એક રિયલ એસ્ટેટ ફર્મ અને એક મહિલાના ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સત્તામાં રહેલા રાજકારણી સાથે મહિલાની નિકટતાને કારણે દરોડા પાડવામાં આવ્યા છે.

જેમ વધુ માહિતી મળશે તેમ તેમ આ સ્ટોરી અપડેટ થશે

આ પણ વાંચો: ‘સત્યાગ્રહ એપ’ની મદદથી ગુજરાત કોંગ્રેસ કરશે જનસંપર્ક

Your email address will not be published.