રિસોર્ટ પોલિટિક્સ અને બળવામાં ગુજરાત હંમેશા મોખરે, બે વર્ષમાં જ ફરી ‘સાચવે ગુજરાત’ જેવી સ્થિતિનું નિર્માણ

| Updated: June 21, 2022 2:54 pm

રિસોર્ટ પોલિટિક્સ અને બળવામાં ગુજરાત હંમેશા ટોપ રહ્યું છે. બીજા સ્ટેટમાંથી ધારાસભ્યોને સાચવવા માટે ગુજરાત લાવવાનો ટ્રેન્ડ નવો નથી. આ પહેલા રાજસ્થાનના રિસોર્ટમાં ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા અને હવે શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 20થી વધુ ધારાસભ્યોને સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલ રાખવામાં આવ્યા છે. આમ બે વર્ષમાં જ ફરી ‘સાચવે ગુજરાત’ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આમ રિસોર્ટ પોલિટિક્સ અને ધારાસભ્યોના બળવામાં ગુજરાત એપી સેન્ટર બન્યું છે. પહેલા રાજસ્થાન અને હવે મહારાષ્ટ્રના ધારાસભ્યોને ગુજરાતમાં સાચવવામાં આવી રહ્યા છે.

વર્ષ 2020ના ઓગસ્ટમાં રાજસ્થાનમાં રાજકીય ધમાસાણ થયું હતું. જેમાં ભાજપ પોતાના ધારાસભ્યોને તૂટતા બચાવવા માટે કામે લાગી હતી. ભાજપે પોતાના ધારાસભ્યોને તૂટતા બચાવવા માટે રિસોર્ટનો આશરો લીધો હતો. રાજસ્થાન ભાજપના 18 ધારાસભ્યોને ખાસ ફ્લાઇટમાં ગુજરાત ખસેડાયા હતા. આ ધારાસભ્યોને પોરબંદર લાવવામાં આવ્યા હતા, ત્યાર બાદ ત્યાંથી સાસણના અલગ અલગ રિસોર્ટમાં લઈ જવાયા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે બળવાખોર બનેલા સચિન પાઈલટના 12 જેટલા સમર્થક ધારાસભ્યોને અમદાવાદ નજીકના બાવળામાં આવેલા એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા.

2017માં ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં 42 ધારાસભ્યોને બેંગાલુરૂ સ્થિત ઈગલટોન રિસોર્ટમાં લઈ જવાયા હતાં. 2019માં ફરી એકવાર ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં ધારાસભ્યોને પાલનપુરના એક રિસોર્ટમાં લઈ જવામાં આવ્યાં હતા. તેમજ 2020માં રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસા ધારાસભ્યોને રાજસ્થાનના ઉદયપુરના રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા.

ગુજરાતના રાજકારણમાં રિસોર્ટ પોલિટિક્સ 1995માં શંકરસિંહ વાઘેલાએ શરૂ કર્યું હતું. જેમાં ગુજરાતમાંથી કેશુભાઈ પટેલની ભાજપ સરકાર ઉથલાવવા માટે શંકરસિંહે 46 ધારાસભ્યો સાથે બળવો કરીને તમામ ધારાસભ્યોને ખજુરાહો ખાતેના રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ કેશુભાઈ સરકારને ઉથલાવી દીધી હતી.

વર્ષ 1995 ગુજરાતમાં કેશુભાઈના નેતૃત્વમાં ભાજપની પ્રથમ સરકાર બની હતી.પરંતુ તે સમયે ભાજપના જ દિગ્ગજ નેતા એવા શંકરસિંહ વાઘેલાને અસંતોષ ઊભો થતા તેમણે કેશુભાઈ સરકારના માત્ર આઠ મહિનાના શાસનમાં 46 ધારાસભ્યો સાથે બળવો કર્યો. તે સમયે ભાજપના બળવાખોર ધારાસભ્યોને પહેલા તો શંકરસિંહ વાઘેલાના હોમટાઉન વાસણીયા ખાતે રાખવામાં આવ્યા હતા. તે પછી તમામ બળવાખોર ધારાસભ્યોને અલગ-અલગ 25થી વધુ ગાડીઓમાં બેસાડી દેવામાં આવ્યા હતા અને તમામને એકસાથે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા.

એરપોર્ટ પર પહોંચ્યા બાદ બળવાખોર ધારાસભ્યોએ પૂછ્યું કે અમને ક્યાં લઈ જાઓ છો તો બાપુના સમર્થકોએ કહ્યું હતું કે તમારે બધાએ ખજુરાહો રિસોર્ટમાં જવાનું છે. એટલું જ નહીં ધારાસભ્યો પાસે તે સમયે પહેરેલા કપડા સિવાય કંઈ ન હતું, જેથી તમામ ધારાસભ્યોને ખજુરાહોના રિસોર્ટમાં કપડાં સહિતની તમામ ચીજ-વસ્તુઓ પહોંચાડવામાં આવી હતી.

પહેલાથી જ નક્કી હતું ઓપરેશન બે દિવસ પહેલાથી જ હોટલનું બુકિંગ બંધ

ઓપરેશન લોટસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવીને ગુજરાત ભાજપના વડા સીઆર પાટીલ મોટા બન્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રના રાજકારણને એકસાથે લાવવામાં માહેર સી.આર. પાટીલે હાઈકમાન્ડની સૂચના પર ઓપરેશન લોટસ હાથ ધરીને મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારને મુશ્કેલીમાં મૂકી દીધી છે.

મહારાષ્ટ્રમાં આ દિવસોમાં રાજકારણ ગરમાયું છે. શિવસેનાના ટોચના નેતા એકનાથ શિંદે 19 પક્ષના ધારાસભ્યો સાથે ગુજરાતના સુરતની લે મેરીડિયન હોટલમાં હોવાનું કહેવાય છે. પોલીસે બપોરે 2 વાગ્યે હોટેલમાં સુરક્ષા વધારી દીધી હતી અન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વહીવટીતંત્રને પહેલાથી જ જાણ કરવામાં આવી હતી. સવારે સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે હોટેલની મુલાકાત લીધી અને તાબાના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી હતી.

શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખ સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ

વહીવટીતંત્રને પહેલાથી જ જાણ કરવામાં આવી હતી, સવારે સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે હોટેલની મુલાકાત લીધી અને તાબાના અધિકારીઓને સૂચના આપી. એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં શિવસેનાના વિધાનસભ્ય નીતિન દેશમુખની તબિયત લથડતાં તેમને સાંજે 4 વાગ્યે સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે તેમની પત્નીએ મહારાષ્ટ્રમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.

જે બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ મિલિંદ નાર્વેકર અને રવિ ફાટકને એકનાથ શિંદે સાથે વાત કરવા અને તેમને મનાવવાની જવાબદારી સોંપી છે અને તેઓ સુરત જવા રવાના થયા છે. તે જ સમયે શિવસેના સતારાના શહેર કાર્યાલયને તાળાં મારી દેવામાં આવ્યા છે. સતારા સિટી હેડ નિલેશ મોરે ડેપ્યુટી સિટી ચીફ ગણેશ અહિવલે હ્યુનો ફોન રણક્યો. નાસિક જિલ્લાના શિવસેનાના પાંચ અગ્રણી નેતાઓ અને અધિકારીઓ પહોંચતા ન હોવાનું કહેવાય છે.

એકનાથ શિંદે સાથે સુરત આવેલા શિવસેનાના ધારાસભ્યોની યાદી

શાહજી બાપુ પાટીલ
મહેશ શિંદે સતારા
ભરત ગોગાવલે
મહેન્દ્ર દેવી
મહેશ થોરવે
વિશ્વનાથ ભોઈર
સંજય રાઠોડ
સંદીપન ભુમરે
ઉદયસિંહ રાજપૂત
સંજય શિરસાતો
રમેશ બોર્નરે
પ્રદીપ જયસ્વાલ
અબ્દુલ સત્તારી
તાનાજી સાવંતી
સુહાસ કાંડે
પ્રકાશ અબિટકરી
પ્રતાપ સરનાકી
ગીતા જૈન
શ્રીકાંત શિંદે
રાજન વિચારે છે
બાલાજી કેકનીકર
ગુલાબરાવ પાટીલ
શંભુરાજ દેસાઈ
ચિંતામન વાંગા
અનિલ બાબર
જ્ઞાનેશ્વર ચૌગુલે
રાયમુલકરી
લતા સોનવણે
યામિની જાધવી
કિશોર અપ્પા પાટીલ

Your email address will not be published.