કોરોનાની બીજી લહેરમાં જે સુવિધા હતી તેના કરતાં અઢી ગણી વધુ સુવિધા ઉભી કરાઈ : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

| Updated: October 22, 2021 8:02 pm

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આજે મહેસાણાના મહેમાન બન્યા હતા જ્યાં વિસનગર ખાતે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં આરોગ્યમંત્રીએ નવી એમ્બ્યુલન્સ સેવાનું લોકાર્પણ કર્યું હતું.

આ લોકાર્પણ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે ગુજરાતને 100 કરોડ ડોઝનું કવર મળ્યું છે. આપણે કેન્દ્ર સરકારનો આભાર માનીએ છીએ. કોરોના સંક્રમણને લઈને પણ જણાવ્યું હતું કે ચાઈનામાં કોરોના સંક્રમણ વધ્યું છે તે સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. હવે કોરોનાની ત્રીજી લહેરની કોઈ શક્યતાઓ નથી પરંતુ આપણે હજુ કોરોના ગયો નથી તેવું સમજવું જોઈએ.

કોરોના સામેની લડાઈમાં ગુજરાતનું તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ હોવાની પણ વાત કહી હતી. તમામ પ્રકારની જરૂરિયાતને આપણે પહોંચી વળીશું. બીજી લહેર દરમિયાન જે સુવિધા ઉપલબ્ધ હતી તેના કરતાં અઢી ગણી વધુ સુવિધા ઉભી કરાઈ છે. બીજી લહેરમાં 100 કેસ હતા અને હવે 250 કેસ આવે તો પણ એક વ્યક્તિ સારવાર વિના નહીં રહે તેમ જણાવ્યું હતું.

Post a Comments

1 Comment

Your email address will not be published. Required fields are marked *