ગુજરાતના ઇન્કમ ટેક્સ કર્મચારી જાપાનમાં વોલીબોલ રમશે

| Updated: July 9, 2021 8:56 pm

ભારતીય વોલીબોલ ટીમ 21મી એશિયન સિનિયર મેન વોલીબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે જે 8થી20 સપ્ટેમ્બર 2021 દરમિયાન જાપાનમાં યોજાવાની છે.
આ સ્પર્ધામાં ભાગ લેતા અગાઉ ટીમના ખેલાડીઓ ભુવનેશ્વર સ્થિત કેઆઇઆઇટી યુનિવર્સિટીમાં કોચિંગ કેમ્પમાં ભાગ લેશે. આ કેમ્પ 20 જુલાઈથી 7 સપ્ટેમ્બર સુધી ચાલશે. ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિયેશનમાંથી ચિરાગ અને ઇન્કમટેક્સ વિભાગના કર્મચારી મનોજ કુમારની પસંદગી થઈ છે.
તેમને 5થી 11 માર્ચ દરમિયાન ભુવનેશ્વર સ્થિત કેઆઇઆઇટી યુનિવર્સિટીમાં યોજાયેલી 69મી સિનિયર નેશનલ વોલીબોલ ચેમ્પિયનશિપ દરમિયાન પસંદ કરવામાં આવ્યા હતા.

Your email address will not be published.