ગુજરાત માટે ઠંડી સવાર: અમદાવાદ, સુરત સહિત અનેક શહેરોમાં ન્યૂનતમ તાપમાન નોંધાયું

| Updated: January 10, 2022 3:10 pm

અત્યારે ગુજરાતની હાલત કાશ્મીરથી ઓછી નથી. ગુજરાતના લોકો અહી જ બેસીને કાશ્મીરનો અનુભવ કરી રહ્યા છે.

ગરમ રાજ્ય ગણાતા ગુજરાતને તાપમાનમાં ઘટાડાનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર સહિત અનેક શહેરોમાં તાપમાન ઓછું હતું.

અમદાવાદ માટે તાપમાન 9 ડિગ્રી, સુરત માટે 13 ડિગ્રી, રાજકોટ માટે 8 ડિગ્રી, ગાંધીનગર માટે 8 ડિગ્રી અને વડોદરા માટે 12 ડિગ્રી જેટલું નીચું તાપમાન હતું.

આ તાપમાન સવારે 5 પર ચિહ્નિત કરવામાં આવ્યું હતું. દિવસે ને દિવસે ઠંડીમાં વધારો થતો જાય છે જેના કારણે લોકોને સવારમાં અસ્હય ઠંડી પડતી(cold wave) હોવાથી ઘરની બહાર જવામાં મુશ્કેલી પડે છે.

આ લાંબા સમય પછી હશે કે ગુજરાત આવા ઠંડા હવામાનનો સામનો કરી રહ્યું છે. આબોહવામાં ફેરફારો થઈ રહ્યા છે ત્યારે ગુજરાતને પણ શિયાળાની ઋતુમાં વરસાદનો સામનો કરવો પડ્યો છે અને શહેરોમાં ઝાકળનો દર પણ ઊંચો છે. પવનની ગતિનો દર પણ 6 કિમી/કલાકની ઝડપે વધ્યો છે. છેલ્લા 10 દિવસમાં તાપમાન માં ઘટાડો થયો છે.

Your email address will not be published.