ગુજરાતમાં પગ જમાવવા AAPએ જય શ્રી રામનો નારો લગાવવો પડશે?

| Updated: June 25, 2021 10:17 pm

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સારા પ્રદર્શન અને ત્યાર પછી ઇસુદાન ગઢવી જેવા જાણીતા ચહેરાને પાર્ટીમાં સમાવવાના નિર્ણયના કારણે આપ અત્યારે ચર્ચામાં છે. ગુજરાતના શહેરી વિસ્તારમાં આપની નોંધ લેવાઈ છે. પક્ષના વડા અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ તમામ 182 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખશે.

મુખ્ય સવાલ એ છે કે ભાજપના ગઢમાં આપનું ઝાડુ ચાલશે કે નહીં.

ગુજરાતમાં લગભગ ત્રણ દાયકાથી ભાજપનું એકચક્રી શાસન ચાલે છે ત્યારે નવા રાજકીય પક્ષનો પ્રવેશ એક આવકારદાયક બાબત છે. પરંતુ દિલ્હીમાં આપના રેકોર્ડને જોવામાં આવે તો તે જમણેરી હિંદુવાદી પક્ષના રાજકીય પ્રભાવને કોઈ સૈદ્ધાંતિક પડકાર આપી શકે તેમ લાગતું નથી. તેને વધુમાં વધુ એક એવું પ્લેટફોર્મ ગણી શકાય જે ભાજપ અને કોંગ્રેસ સિવાયનો વિકલ્પ ઇચ્છતા લોકોને આકર્ષી શકે છે. 

નીતિઓ અને પ્રતિનિધિત્વ

દિલ્હીમાં કેજરીવાલની આગેવાનીમાં આપની સરકાર જાહેર સેવાઓ પૂરી પાડવામાં સફળ રહી છે. ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નિઃશંક કામગીરીમાં સુધારો થયો છે. પરંતુ આપ તેનાથી વધારે કંઇ ઓફર કરી શકે તેમ નથી.

આ ઉપરાંત નબળા વર્ગની સ્થિતિ સુધારવાની વાત આવે ત્યારે આપનો રેકોર્ડ એટલો સારો નથી. ઉદાહરણ તરીકે કેજરીવાલની કેબિનેટમાં એક પણ મહિલાને સ્થાન નથી અપાયું. મહત્ત્વની નિર્ણય પ્રક્રિયામાં ઉચ્ચ વર્ગના લોકોનું પ્રભુત્વ છે. દિલ્હીમાં દર વર્ષે ગટરો સાફ કરવામાં વધુને વધુ દલિતોના મૃત્યુ થઈ રહ્યા છે.

તેવી જ રીતે દિલ્હી એસેમ્બલીમાં પાર્ટી પાંચ મુસ્લિમ ધારાસભ્યો છે. પરંતુ આ સમુદાયના હિત માટે લડવાનું ટાળે છે. સીએએ-એનઆરસી અંગે તેનું વલણ સ્પષ્ટ નથી. માત્ર મનીષ સિસોદિયાએ શાહીન બાગના પ્રદર્શનને ટેકો આપતી ટિપ્પણી કરી હતી. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રમખાણો વખતે પણ તેઓ મૂક સાક્ષી રહ્યા હતા.

ટેક્નોક્રેટિક બુદ્ધિજીવીઓ

 આમ આદમી પાર્ટીએ ગરીબો અને અમીરો માટે જે વલણ આપ્યું છે તેમાં ઘણી ખામીઓ છે. આપ મુખ્યત્વે ટેક્નોક્રેટિક બુદ્ધિજીવીઓની અને શહેરી પ્રોફેશનલોની પાર્ટી છે જે અસરકારકતા અને ગવર્નન્સ પર વધારે ભાર મૂકે છે. સરકારી કામગીરીના ખાનગીકરણની પૃષ્ઠભૂમિમાં આ શબ્દો લોકપ્રિય બન્યા છે.

એ બાબતમાં કોઈ નવાઈ નથી કે આ ટેક્નોક્રેટિક બુદ્ધિજીવીઓએ રાજકારણમાં ધર્મના મિશ્રણની ગુંચવણની ઉપેક્ષા કરી છે. વાસ્તવમાં રાજકીય પ્રતિનિધિત્વ અને ધર્મના રાજકારણ વિશે તેનું વિઝન રૂઢિચુસ્ત વિચારધારા દર્શાવે છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં આપના ધારાસભ્ય આતિશીએ મતદારોને એ વાતની યાદ અપાવી હતી કે તેઓ એક રાજપુત છે.

તેવી જ રીતે સેક્યુલરિઝમના ધોવાણની ચિંતા કરવાના બદલે કેજરીવાલ યજ્ઞો કરાવે છે અને ભારે દેખાડા વચ્ચે હનુમાન ચાલીસાનું જાહેરમાં પઠન કરે છે.

કેજરીલાલ મોડેલ

પાર્ટીએ દિલ્હીમાં જે નીતિ અપનાવી હતી તેને ગુજરાતમાં સંપૂર્ણપણે અનુસરશે તેવું માનવું ભૂલ ભર્યું રહેશે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી હિંદુ રાષ્ટ્રવાદના નરમ વલણને અપનાવે તેવી શક્યતા વધારે છે. સૌપ્રથમ, ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં શહેરીકરણ વધારે જોવા મળે છે. ગુજરાતમાં અડધાથી વધુ લોકો નાના-મોટા શહેરમાં વસે છે. તેમાં ગવર્નન્સમાં સુધારા કરવાની વાત વધારે અપીલ કરશે. ખાસ કરીને યુવાનોને તે પસંદ પડશે. બીજું, દિલ્હી સરકારે કોવિડ-19ની સ્થિતિને બહુ ખરાબ રીતે હાથ ધરી હતી. તેથી આપ હિંદુત્વની લેબોરેટરી ગુજરાતમાં ધાર્મિક રાષ્ટ્રવાદ વધારે પસંદ કરે તેવી શક્યતા છે.

Your email address will not be published.