ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં જધન્ય કૃત્ય; પરીણિત પુરુષે આઠ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો

| Updated: June 14, 2022 3:31 pm

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં એક જઘન્ય કૃત્ય પ્રકાશમાં આવ્યું છે. એક પરીણિત પુરુષ, અને બે બાળકોના પિતાએ આઠ વર્ષની બાળકી પર અપહરણ અને બળાત્કાર ગુજાર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ અનુસાર, આરોપીએ તેના ઘરે જ બાળકી પર બળાત્કાર કર્યો અને તેની હત્યા કરી. ત્યારબાદ તેણે બાળકીની લાશને ગીર સોમનાથ જિલ્લાના જંત્રાખાડી ગામની સીમમાં ફેંકી દીધી હતી. રવિવારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

ગામના લોકોએ કહ્યું, છોકરી રવિવારે સવારે બજારમાં કંઈક ખરીદવા માટે ચાલી રહી હતી. ત્યારે આરોપીએ તેનું અપહરણ કર્યું અને બાળકીને તેના રૂમમાં લાવીને તેના પર બળાત્કાર ગુજાર્યો. સંભવ છે કે, બાળકીની ચીસો અટકાવવા માટે તેના પર બળાત્કાર કરતી વખતે તેણે હથેળી બાળકીના મોં પર રાખી દીધી જેના પરિણામે બાળકીનું શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થઈ ગયું. બાદમાં, આરોપીઓએ લાશને એક બોરીમાં ગામની સીમમાં ફેંકી દીધી હતી. જ્યારે લોકો છોકરીની શોધમાં ગયા તો તેમને તેનો મૃતદેહ મળ્યો હતો.

મદદનીશ પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને આખી ટીમ ગામમાં પહોંચી ગઈ હતી અને આરોપીને શોધવાનું શરૂ કર્યું, અને મોડી સાંજ સુધીમાં આરોપીને પકડી લીધો.

સૂત્રો મુજબ, પોલીસ આરોપીને સોમવાર સાંજ સુધીમાં કોર્ટમાં રજૂ કરશે અને માંગ કરશે કે ટ્રાયલ ઝડપી થાય જેથી આરોપીને શક્ય હોય તેટલી વહેલી તકે દોષિત ઠેરવવામાં આવે અને મહત્તમ સજા મળે.

ફોરેન્સિક ટીમે પણ આરોપીના ઘરેથી પૂરતા પુરાવા એકત્ર કર્યા છે. ત્યાર બાદ આરોપીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું અને પીડિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોંપવામાં આવ્યો હતો. આરોપીઓની ડોક્ટર દ્વારા તપાસ પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: સુરત રેલ્વે સ્ટેશન પર 17 વર્ષની છોકરી સાથે ગેંગરેપ મામલે બેની ધરપકડ

Your email address will not be published.