Site icon Vibes Of India

આવ રે વરસાદ….ગુજરાતમાં હવામાન વિભાગની મોટી આગાહી, સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધશે

Heavy rainfall forecast for Saurashtra and South Gujarat

Heavy rainfall forecast for Saurashtra and South Gujarat

ગુજરાતમાં ચોમાસાનું પ્રારંભ થઈ ગયું છે. રાજયના 109 તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે. ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠામાં, સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં વરસાદ થવાની સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.હાલ એક વરસાદી સિસ્ટમ રાજ્યમાં સક્રિય છે. 16 અને 17 તારીખે વરસાદની આગાહી કરાઇ છે.અમદાવાદમાં પણ રહેશે વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. અમદાવાદમાં ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે. રાહતની વાત એ છે કે નિયત સમય મુજબ ગુજરાતમાં વરસાદની પધરામણી થઈ ચૂકી છે. જો આગાહી મુજબ ગુજરાતમાં સારો વરસાદ વરસે તો પ્રથમ વરસાદે જ ખેડૂતો વાવણી કરી શકશે.

રાજકોટમાં સતત પાંચમાં દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈ ધરતીપુત્રોમાં ભારે ખુશીની લાગણી જોવા મળી રહી છે. તો બીજી બાજુ રાજકોટમાં વીજળી પડતા એક યુવાનનું મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગઇકાલે રાજકોટ શહેરમાં વરસાદ વરસ્યો હતો. આથી રાજમાર્ગો પર પાણી ભરાયા હતા. આ ઉપરાંત લોધિકા તાલુકામાં પણ વરસાદ વરસતા ખેતરો પાણી પાણી થયા હતા. સારા વરસાદથી આજે ખેડૂતોએ આ વિસ્તારમાં વાવણીના શ્રીગણેશ કર્યા હતા.

ત્યારે આજે અમદાવાદમાં પણ વાદણછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.ત્યારે શહેરના સરખેજ વિસ્તારમાં વરસાદી ઝાંપટા પડી રહ્યા છે. વરસાદી વરસતા લોકોમાં કાળઝાળ ગરમીથી રાહત મળી છે.