વિકાસનું ગુજરાત મોડલ : 3,400 ખાલી જગ્યા માટે 17 લાખ ઉમેદવાર

| Updated: June 9, 2022 9:32 am

ગુજરાત ઉર્જા અને રોજગાર મંત્રાલયે મંગળવારે રાજ્યમાં તલાટી કમ મંત્રીની ખાલી જગ્યા સહિતનાં આંકડા જાહેર કર્યા હતા.

તલાટી કમ મંત્રીની નિમણૂક રાજ્ય સરકાર કરે છે, જેઓ વહીવટી ફરજો, વેરા વસૂલાત અને ગ્રામ પંચાયતનાં રિપોર્ટિંગનો હવાલો સંભાળે છે. આ જગ્યા માટે સરેરાશ પગાર 19,950  રૂપિયા છે, તલાટી બનવા માગતા ઉમેદવાર પાસે  કોઈપણ ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે, અથવા ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

આ વર્ષે ફેબ્રુઆરીમાં ગુજરાતમાં તલાટી કમ મંત્રી માટે 3400  બેઠકો ખાલી હતી. સરકારે આ બેઠકો ભરવા ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.

3400 જગ્યા માટે 17 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી, જેમાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી ધરાવતા લોકોનો પણ સમાવેશ થાય છે. ભૂલને કારણે લગભગ એક લાખ ફોર્મ રિજેક્ટ થયા હતા.   જુલાઈ 2022માં, તલાટીની ભરતી માટે પ્રવેશ પરીક્ષા યોજાશે. એક ઓપન બેઠક માટે સરેરાશ 500 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે.

Your email address will not be published.