ગુજરાત: રાજ્યમાં કોવિડ વેક્સિનના 5 લાખથી વધુ ડોઝ અપાયા

| Updated: May 24, 2022 9:07 am

ગુજરાત (Gujarat) રાજ્યના આરોગ્ય વિભાગે  સમગ્ર રાજ્યમાં લગભગ 3 લાખ બીજા ડોઝ અને 2 લાખ બૂસ્ટર ડોઝ સહિત કોવિડ રસીના 5 લાખથી વધુ શોટ્સ આપ્યા છે. અમદાવાદમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 39,881 વ્યક્તિઓએ રસીકરણ કર્યું હતું. રવિવારે કુલ ૬,૧૦,૦૫૬ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. અત્યારસુધી ૫.૩૯ કરોડને પ્રથમ ડોઝ અને ૫.૨૩ કરોડને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, 18 થી વધુ ઉમરના 99% લોકોમાં   કોરોના વેક્સિનેશન થયું છે. ગુજરાતમાંથી (Gujarat) કુલ વેક્સિન લેનારામાં ૫.૭૮ કરોડ પુરુષ અને ૪.૮૩ કરોડ મહિલા છે. અત્યારસુધી અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૩.૪૦ લાખ, સુરત શહેરમાંથી ૧.૫૮ લાખ, વડોદરા શહેરમાંથી ૧.૫૩ લાખ દ્વારા બૂસ્ટર ડોઝ લેવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૫ નવા કેસ સામે આવ્યા છે

છેલ્લા ૨૪ કલાકમાં વડોદરામાંથી સૌથી વધુ ૯, અમદાવાદમાંથી પાંચ અને વલસાડમાંથી ૧ નવો કેસ સામે આવ્યો હતો. રાજ્યમાં હાલ ૧૮૮ એક્ટિવ કેસ છે જ્યારે ૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે.

આ પણ વાંચો: ગિરનાર રોપ-વે સેવા બે દિવસથી બંધ, ભારે પવનને કારણે રોપ વે સેવા ખોરવાઈ

Your email address will not be published.