ગુજરાત NCB આર્યન ખાન ડ્રગ્સ કેસમાં મુંબઈ NCB ને કરશે મદદ

| Updated: October 13, 2021 12:12 pm

ગુજરાતના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ટીમ મુંબઈના ક્રૂઝ ડ્રગ્સ કેસમાં કેસમાં મુંબઈમાં તેમના સમકક્ષોને મદદ કરવા માટે સજ્જ છે, જ્યાં 3 ઓક્ટોબરે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે 3 ઓક્ટોબરના રોજ આર્યન ખાન સહિત આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે ગુજરાત એનસીબીની ટીમ તપાસમાં ભાગ લેશે તેવી અટકળો ચાલી રહી હતી.

NCB ના ગુજરાત ઝોનલ યુનિટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “આ કેસ ખૂબ જ હાઈ પ્રોફાઈલ છે અને તેમાં મોટા નામો સામે આવ્યા છે. એટલા માટે આ ડ્રગ્સણી ચેઈન શોધવી જરૂરી છે. અમે અન્ય હાઈ-પ્રોફાઈલ કેસોમાં મુંબઈ NCB ને પહેલેથી જ મદદ કરી ચૂક્યા છીએ.”

ગયા વર્ષે, સુશાંત સિંહ રાજપૂત હત્યા કેસમાં, જ્યારે ડ્રગ એન્ગલ લાવવામાં આવ્યો હતો, ત્યારે રિયા ચક્રવર્તીનું નામ આ મામલે સામે આવ્યું હતું. તે સમયે, ગુજરાત NCB ના વરિષ્ઠ અધિકારીઓ મુંબઈની ટીમને મદદ કરવા માટે આગળ આવ્યા હતા.

સૌથી લાંબા દરિયાકિનારને કારણે ગુજરાત દેશમાં ડ્રગ્સના પ્રવેશ માટે મુખ્ય પરિવહન માર્ગ બની ગયો છે. વળી, રાજ્ય એ તાજેતરમાં કચ્છના મુન્દ્રા બંદરેથી આશરે 3,000 કિલો હેરોઈન જપ્ત કરવાની જાણ કરી હતી.

NCB એ દાવો કર્યો છે કે ક્રુઝ રેવ પાર્ટીમાંથી 12 ગ્રામ કોકેન, 5 ગ્રામ MD, 21 ગ્રામ હેશ, 22 MDMA ટેબ્લેટ અને 1.33 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે.

આર્યન ખાનની NCB કસ્ટડી 7 ઓક્ટોબરના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. ત્યારબાદ કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો અને 8 ઓક્ટોબરે તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. જોકે આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે.

Your email address will not be published. Required fields are marked *