ગુજરાતમાં કોરોના કેસ વધતા નાઈટ કફર્યૂના સમયમાં થઈ શકે છે ફેરફાર

| Updated: January 13, 2022 2:30 pm

રાજયમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ગત રાજયમાં સૌથી વધારે કેસ સામે આવતા તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે. કોરોનાના વધી રહેલા કેસ પર કાબૂ મેળવવા માટે સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે નાઈટ કફર્યૂની મુદ્દત બે દિવસ બાદ પૂર્ણ થઈ રહી છે. રાજય સરકાર આવતીકાલે નવા નિયંત્રણો જાહેર કરે તેવી સંભાવના છે. જેમાં નાઈટ કફર્યૂના સમયમાં ફેરફાર થઈ શકે છે.

ગુજરાતમાં હાલ રાત્રિ 10 વાગ્યા નાઈટ કફર્યૂનો સમય અમલમાં છે. જેની મુદ્દત 15 તારીખે પૂર્ણ થઈ રહી છે. તો સરકાર આવતીકાલ 14 જાન્યુઆરીના દિવસે નવા નિયમો જાહેર કરી તેની સંભાવના દેખાઈ રહી છે. વધી રહેલા કેસને લઈ વધારે કડક કરવામાં આવી શકે છે. નવા નિયમો પ્રમાણે નાઈટ કફર્યૂનો સમય હાલ 10 વાગ્યાનો છે જે 9 વાગ્યા સુધી થઈ શકે છે. ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત થયા છે અને તેઓએ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને RT-PCR ટેસ્ટ કરાવવા માટેની સૂચના પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગત સૌથી વધારે 9 હજારથી વધારે કેસ સામે આવ્યા છે જેમાં અમદાવાદ અને સુરતમાં રેકોર્ડ બ્રેક પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. વધી રહેલા કેસને લઈ સરકાર દ્વારા તમામ લોકોને સાવચેતી રાખવા માટેની સૂચના આપવામાં આવી રહી છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગત કોર કમિટિ બેઠકમાં જણાવ્યુ હતુ કે, કોરોના ગાઈડગાઈનનું પાલન કરવા માટેની કડક સૂચના આપવામાં આવી હતી.

(ફોટો: હનિફ સિંધી)

Your email address will not be published.