ગુજરાતમાં કોરોના કેસ વધતા નાઈટ કફર્યૂના સમયમાં થઈ શકે છે ફેરફાર

| Updated: January 15, 2022 1:52 pm

અમદાવાદ સહિત રાજયમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી 10 હજારથી વધારે કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. ત્યારે આજે નાઈટ કર્ફ્યુની તારીખનો સમય પુરો થઈ જશે. ત્યારે સાંજ સુધી સરકાર નાઈટ કર્ફ્યુને લઈ નવી ગાઈડલાઈન જાહેર કરશે. જેમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

અમદાવાદમાં કોરોનાના સૌથી વધારે કેસો સામે આવી રહ્યા છે. ગત રોજ એકીસાથે 3 હજારથી વધારે કેસ સામે આવ્યા હતા. વધી રહેલા કેસને લઈ પ્રજામાં ફરી એકવાર ફફડાટ વ્યાપી ગયો છે. કોરોના મહામારીને જોતા સરકાર આજે સાંજ સુધી નવી ગાઈડલાઈન જાહરે કરશે તેમાં કફર્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવી શકે છે. જો કે, હાલ કર્ફ્યુનો સમય રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધીનો છે જે 9થી 6 કરી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

ગુજરાતમાં કોરોના વાયરસના છેલ્લા કેટલાક સમયથી કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને સોશિયલ ડિસ્ટન્સ જાણવી રાખવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. જો કે, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના ઘણા નેતાઓ કોરોના સંક્રમિત થયા છે.

Your email address will not be published. Required fields are marked *