ગુજરાત નર્સિંગ કાઉન્સિલે લક્ષદ્વીપની સરકારી કોલેજમાં નર્સિંગ કોર્સ શરૂ કરવા આપી મંજૂરી

| Updated: October 2, 2021 5:38 pm

ગુજરાત નર્સિંગ કાઉન્સિલ (GNC) દ્વારા 30 નવેમ્બરના રોજ લક્ષદ્વીપની સરકારી નર્સિંગ કોલેજને 30 બેઠકો સાથે ત્રણ વર્ષનો B.Sc નર્સિંગ અભ્યાસક્રમ શરૂ કરવાની મંજૂરી આપી છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) એ કેન્દ્રશાસિત પ્રદેશની પ્રથમ નર્સિંગ કોલેજને યુનિવર્સિટી સાથે જોડવાના પ્રસ્તાવને મંજૂર કર્યો હતો, જેમાં ડો.કશ્યપ ખારચિયા, ડો.પારુલ વડગામા, ડો.કે.એન. ભટ્ટ અને કિરણની સ્થાનિક સ્ક્રિનિંગ કમિટી હતી.. નર્સિંગ કોલેજની સુવિધાઓનું ઓનલાઈન નિરીક્ષણ કર્યા બાદ નર્સિંગ કોલેજ વહીવટી તંત્ર એ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ પાસેથી માન્યતા માટે અરજી કરી હતી. નોંધનીય છે કે લક્ષદ્વીપના સંચાલક પ્રફુલ પટેલ ગુજરાતના છે.

ડો.પ્રજ્ઞાબેન ડાભી (ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજીસ્ટ્રાર), ડો.વસુધા પ્રપતિ, ડો.ઇન્દ્રાવતી રાવની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની ટીમે સરકારી નર્સિંગ કોલેજનું ઓનલાઈન નિરીક્ષણ કર્યું અને છાત્રાલયની સુવિધાઓ, ફેકલ્ટી સ્ટાફ, લેબોરેટરી અને અન્ય તપાસ કરી હતી. ટીમે તેના તારણોનો અહેવાલ તૈયાર કર્યો હતો અને આગળના નિર્ણય માટે જીએનસીને સુપરત કર્યો હતો.

રિપોર્ટના આધારે, ચેરમેન ડો.એમ.એમ.પ્રભાકર, ડો.અનિલ નાઇક, ડો.બીપીન પટેલ, ઇકબાલ કડીવાલાના નેતૃત્વમાં જીએનસી સભ્યોએ વર્ષ 2021 માટે 30 બેઠકો સાથે લક્ષદ્વીપ કોલેજમાં બીએસસી નર્સિંગ કોર્સ શરૂ કરવા માટે લીલી ઝંડી આપી હતી. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ સમિતિના સભ્ય ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, “અમારા સમિતિના સભ્યએ નર્સિંગ કોલેજનું વર્ચ્યુઅલ નિરીક્ષણ કર્યું છે અને જાણવા મળ્યું છે કે તે કોલેજ સાથે જોડાયેલ 100 બેડની સુવિધા સેટઅપ સાથે તમામ સુવિધાઓ ધરાવે છે અને તમામ સભ્યોએ 30 બેઠકો સાથે બીએસસી નર્સિંગ અભ્યાસક્રમ શરૂ કરવાની મંજૂરી આપી.

જીએનસી દ્વારા આપવામાં આવેલી પરવાનગીની નકલમાં કાઉન્સિલે લક્ષદ્વીપની કોલેજ સત્તાવાળાઓને 20 શરતો આપી છે. જીએનસી દ્વારા નિર્ધારિત શરતો મુજબ, સંસ્થાએ દર વર્ષે પ્રવેશ સમયે જીએનસી પાસેથી પરવાનગી લેવી પડશે અને તે માટે સંસ્થાએ દર વર્ષે એપ્રિલ મહિના સુધીમાં જરૂરી દસ્તાવેજો મોકલવા પડશે. કોલેજમાં પ્રવેશની પ્રક્રિયા રાજ્ય સરકારે નક્કી કરેલા ધારાધોરણો મુજબ થશે.

રિપોર્ટ્સની ચકાસણીના મૂલ્યાંકન સમયે, જો કાઉન્સિલનો અભિપ્રાય છે કે સંસ્થામાં સુવિધાઓ અને તાલીમ પૂરતી અથવા યોગ્ય રીતે જાળવવામાં આવતી નથી અને શિક્ષણ-શીખવાની પ્રવૃત્તિઓ જરૂરીયાત મુજબ ચલાવવામાં આવતી નથી, તો કાઉન્સિલ પરવાનગી પાછી ખેંચી શકે છે અને મંજૂર તાલીમ સંસ્થાઓની યાદીમાંથી સંસ્થાને દૂર કરી શકે છે.

વીએનએસજીયુ સિન્ડિકેટના સભ્ય ડો.કશ્યપ કરાચિયા, જે સ્થાનિક સ્ક્રિનિંગ કમિટીનો ભાગ હતા, તેમણે કહ્યું કે યુનિવર્સિટી પરીક્ષાઓ માટે પેપર તૈયાર કરશે અને યુનિવર્સિટીની યોગ્ય સત્તા દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે. નર્સિંગ કોલેજમાં દર વર્ષે સ્થાનિક તપાસ સમિતિ દ્વારા તપાસ કરાશે કે તેઓ ધોરણોનું પાલન કરે છે કે નહીં.

Your email address will not be published. Required fields are marked *