ગુજરાત પોલીસને મોટી સફળતા: મુંબઈ બ્લાસ્ટ કેસમાં ચાર વોન્ટેડ આરોપીઓની કરી ધરપકડ

| Updated: May 17, 2022 12:07 pm

ગુજરાત (Gujarat) પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS)ને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ગુજરાત (Gujarat) ATSએ વર્ષ 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં ચાર વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અબુબકર, યુસુફ ભટકલ, શોએબ બાબા અને સૈયદ કુરેશી તરીકે થઈ છે.

1993માં મુંબઈ પર શ્રેણીબદ્ધ બોમ્બ હુમલાની યોજના બનાવવા માટે આરોપીઓ દુબઈમાં દાઉદ ઈબ્રાહિમના ‘વ્હાઈટ હાઉસ’ નિવાસસ્થાને એકઠા થયા હતા.આતંકવાદીઓએ હુમલાને અંજામ આપતા પહેલા પાકિસ્તાનમાં એક ટ્રેનિંગ કેમ્પમાં પણ હાજરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 257 લોકોના મોત થયા હતા અને 1,000થી વધુ ઘાયલ થયા હતા. 12 માર્ચ, 1993 ના રોજ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, ઝવેરી બજાર, કથા બજાર, પ્લાઝા સિનેમા અને ફિશરમેન કોલોની સહિત મુંબઈમાં અનેક સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અદાણી અંબુજા અને એસીસીના હિસ્સા માટે ઓપન ઓફર કરશે

Your email address will not be published.