ગુજરાતમાં સિઝનનો અત્યારસુધી 22 ટકા જ વરસાદ

| Updated: July 21, 2021 11:47 am

ગુજરાતમાં સામાન્ય રીતે સિઝન દરમિયાન કુલ સરેરાશ 840 મીમી એટલે કે 33 ઇંચ જેટલો વરસાદ ખાબકતો હોય છે પરંતુ આ વર્ષે વરસાદ પાછો ખેંચાયો હોય તેવું લાગી રહ્યું છે. વરસાદના આગાહીકારો જણાવી રહ્યા છે કે, વરસાદ પાછળથી સારો પડશે તેવું જણાવી રહ્યા છે.

રાજ્યમાં વરસાદની સિઝન દરમિયાન 86 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થતું હોય છે. રાજ્ય સરકાર દ્વારા 18 જુલાઈ,2021ના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, ગુજરાતના ચાર ઝોન કચ્છમાં 117 મીમી વરસાદ,સૌરાષ્ટ્રમાં 164 મીમી વરસાદ,ઉત્તર ગુજરાતમાં 135 મીમી વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં 312 મીમી વરસાદ અત્યારસુધી નોંધાયો છે. સરેરાશ વરસાદની વાત કરવામાં આવે તો 182 મીમી એટલે કે 22 ટકા નોંધાયો છે.

રાજ્યમાં આવેલા ડેમોની અંદર રહેલા પાણીના જથ્થાની આવક કુલ ક્ષમતાના 25 ટકા આવક જ રહેલી છે. આપણે ત્યાં થતાં 86 લાખ હેક્ટર વાવેતરની સામે 19 જુલાઈ, 2021 સુધી 57.20 લાખ હેક્ટર એટલે કે 67 ટકા વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે તેવું સરકારી ચોપડે નોંધાયું છે.

Your email address will not be published.