ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 1,128 નવા કેસ, ત્રણ મૃત્યુ

| Updated: July 30, 2022 11:32 am

ગુજરાતમાં દરરોજ કોવિડ-19ના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે કુલ 1,128 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં સતત બીજા દિવસે એક જ દિવસમાં 1,100થી વધુ કોવિડ -19 કેસ નોંધાયા હતા. એક દિવસ પૂર્વે, ગુરુવારના રોજ રાજ્યમાં 1,101 કેસો નોંધાયા હતા, જે 14 ફેબ્રુઆરી બાદ નોંધાયેલા કેસોમાંથી સૌથી વધુ કેસો છે.

અમદાવાદમાં શુક્રવારના રોજ કોવિડના કારણે ત્રણ મૃત્યુ સાથે કુલ 937 નવા કેસ નોંધાયા હતા. શુક્રવારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ બાદ વડોદરામાં 121 પોઝિટિવ કેસ મહેસાણામાં 121, સુરત શહેરમાં 64, ગાંધીનગરમાં 51 અને કચ્છમાં 37 કેસ નોંધાયા હતા.

આ સાથે શુક્રવારે છેલ્લા 24 કલાકમાં કુલ 902 કોવિડ -19 દર્દીઓ રિકવર થયા હતા થયા. જેથી હવે રાજ્ય પર સક્રિય કેસલોડ 6,218 પર પહોંચી ગયો હતો. શુક્રવારે કોરોનાથી ગુજરાતમાં ત્રણ મૃત્યુ બાદ રાજ્યનો કુલ મૃત્યુઆંક 10, 968એ પહોંચ્યો હતો.

ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5.73 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. આ સાથે જ શુક્રવારના રોજ રાજ્યમાં રસીકરણ કરાયેલ વસ્તીની કુલ સંખ્યા 11.55 કરોડથી વધુ થઈ ગઈ છે.

Your email address will not be published.