ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 419 કેસ, અમદાવાદમાં 155

| Updated: July 5, 2022 8:58 am

કોવિડ-19ના દૈનિક કેસોના આંકડાઓમાં થોડા ઘટાડા સાથે, ગુજરાતમાં સોમવારના રોજ છેલ્લા 24 કલાકમાં કુલ 419 નવા કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં રવિવારના રોજ કુલ 456 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં કોવિડ-19 કેસની દૈનિક ગણતરીમાં અમદાવાદ ફરી એકવાર સૌથી વધુ કેસ નોંધાવનાર જિલ્લો રહ્યો હતો. શહેરમાં સોમવારના રોજ છેલ્લા 24 કલાકમાં કુલ 155 નવા કોવિડ-19 કેસ નોંધાયા હતા.

અમદાવાદ બાદ, સોમવારના રોજ 96 જેટલા નવા કેસ સાથે સુરત ગુજરાતનો બીજો સૌથી વધુ કેસ નોંધાવનાર જિલ્લો હતો. સુરત બાદ વડોદરામાં 40, મહેસાણામાં 19, ગાંધીનગર અને મહેસાણામાં 16-16, મોરબીમાં 12 તેમજ વલસાડમાં છેલ્લા 24 કલાકમાં 11 નવા કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં સોમવારે કોવિડ-19માંથી કુલ 454 લોકો સાજા થયા હતા અને કોવિડ-19ને કારણે એકનું મોત થયું છે. જેથી છેલ્લા 24 કલાકમાં સોમવારના રોજ રાજ્યમાં કોવિડ-19ના સક્રિય કેસની સંખ્યા 3,512 પહોંચી હતી.

ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સોમવારના રોજ છેલ્લા 24 કલાકમાં 43,981 જેટલા લોકોએ કોરોનાની રસી લીધી હતી, જેમાંથી 18,808 જેટલા લોકોએ તેમનો ત્રીજો/ પ્રિકોશન ડોઝ મેળવ્યો હતો.

Your email address will not be published.