ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 947 પોઝિટિવ કેસ, ત્રણ મૃત્યુ

| Updated: August 6, 2022 8:45 am

છેલ્લા 24 કલાકમાં શુક્રવારના રોજ ગુજરાતમાં કોરોનાના કુલ 947 નવા કેસ નોંધાયા હતા. જેના કુલ કેસોમાંથી કુલ 33 ટકા કેસો અમદાવાદમાં નોંધાયા હતા. શુક્રવારના રોજ શહેરમાં કુલ 305 નવા કેસ પોઝિટિવ હતા.

અમદાવાદ બાદ વડોદરામાં 140, મહેસાણામાં 89, રાજકોટમાં 83, સુરતમાં 66, ગાંધીનગર અને કચ્છમાં 32-32, અમરેલીમાં 31 અને બનાસકાંઠામાં 19 નવા કેસો નોંધાયા હતા. અન્ય તમામ જિલ્લાઓમાં દૈનિક કેસોની સંખ્યા 15ની નીચે અથવા તો શૂન્ય રહી હતી.

આ ઉપરાંત, રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને મોરબીમાં એક-એક સાથે રાજ્યમાં કુલ ત્રણ કોરોના દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. આ સાથે શુક્રવારે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 10,375 થયો હતો.

છેલ્લા 24 કલાકમાં વધુ 1198 કોવિડ-19 દર્દીઓએ કોરોના મ્હાત આપી હતી. અત્યાર સુધીમાં કોવિડ-19માંથી કુલ 12,42,561 દર્દીઓ સાજા થયા છે અને આ સાથે રાજ્યમાં રિકવરી રેટ 98.65 ટકા પર પહોંચી ગયો છે.

શુક્રવારના રોજ ગુજરાતમાં કુલ સક્રિય કેસનો ભાર 5,992 રહ્યો હતો. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 2,043 એક્ટિવ કેસો છે. ત્યારબાદ વડોદરામાં 879, સુરતમાં 495, ગાંધીનગરમાં 379 અને મહેસાણામાં 334 કેસ છે.

Your email address will not be published.