ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના દૈનિક કેસોની સંખ્યા 900ને પાર; અમદાવાદમાં 344 કેસ

| Updated: July 28, 2022 10:12 am

ગુજરાતમાં બુધવારના રોજ કોરોનાના દૈનિક કેસોની સંખ્યા 900ને પાર પહોંચી હતી. ગઈકાલે રાજ્યમાં કુલ 979 નવા કોવિડ-19 કેસ નોંધાયા હતા. જ્યારે ગત છેલ્લા 24 કલાકોમાં રાજ્યમાં કોરોનાના કારણે કોઈ મૃત્યુ નોંધાયું નથી.

આ સાથે જ અત્યારે સુધીના ટ્રેન્ડ મુજબ જ અમદાવાદમાં બુધવારના રોજ ફરીથી રાજ્યના સૌથી વધુ 344 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે. અમદાવાદ પછી છેલ્લા 24 કલાકમાં મહેસાણામાં 103 નવા પોઝિટિવ કેસ, વડોદરામાં 74, સુરતમાં 72, રાજકોટમાં 55 અને કચ્છમાં કુલ 46 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

આ સાથે, રાજ્યમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 12,50,988 પર પહોંચી હતી. તેમજ કોવિડ -19 ને કારણે કુલ 10,964 મૃત્યુ થયા છે અને અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 12,34,243 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ બુધવારે રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 5,781 રહી હતી.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે કુલ 3.19 લાખથી વધુ લોકોએ કોવિડ-19 સામે રસીકરણ કરાવ્યું હતું. આના પરિણામે રાજ્યમાં સંચાલિત કુલ ડોઝની સંખ્યા સુધીમાં 11.46 કરોડ પર પહોંચી ગઈ છે.

Your email address will not be published.