કોવિડ-19: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસોની સંખ્યા બમણી, અમદાવાદમાં સૌથી વધુ

| Updated: June 23, 2022 10:18 am

ગુજરાતમાં કોવિડ કેસોની સંખ્યા બુધવારના એક જ દિવસમાં બમણી થઈ ગઈ હતી. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. શહેરમાં પણ કોરોનાના નવા કેસોમાં પાછલા 24 કલાકમાં બમણા નોંધાયા હતાં.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 407 કોવિડ કેસ નોંધાયા, જે 21 જૂનના રોજ નોંધાયેલા 226 ની સરખામણીમાં બમણા છે. જૂનમાં નોંધાયેલા કેસોની આ સૌથી વધુ સંખ્યા છે.

અમદાવાદ શહેરમાં મંગળવારે નોંધાયેલા 106 કેસ સામે બુધવારના રોજ કુલ 207 નવા કોવિડ કેસ નોંધાયા હતા. જે સાથે અમદાવાદ રાજ્યમાં સૌથી વધુ કેસ નોંધાવતું શહેર બન્યું હતું.

રાજ્યના છ મોટા શહેરોમાં બે આંકડામાં કેસ નોંધાયા છે. આ વર્ષની શરૂઆતમાં ત્રીજી કોવિડ વેવ પછી આ પ્રથમ વખત છે કે છ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં એક જ દિવસમાં 10 થી વધુ કેસ નોંધાયા છે. સુરત જિલ્લામાં શહેર અને ગ્રામીણ બંનેના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સુરત શહેરમાં આગલા દિવસે 37ની સામે 45 નવા કેસ નોંધાયા હતા, જ્યારે ગ્રામીણ સુરત, જેમાં 21 જૂને શૂન્ય કેસ નોંધાયા હતા, 22 જૂને 12 નવા કેસ નોંધાયા હતા. વડોદરા શહેરમાં 39 નવા કેસ નોંધાયા છે 21 જૂન સુધી સિંગલ ડિજિટમાં કેસ નોંધાયેલા અન્ય ત્રણ મોટા શહેરોમાં ડબલ ડિજિટમાં નવા કેસો જોવા મળ્યા હતા.

રાજકોટ શહેરમાં બુધવારે નવા કેસની સંખ્યા વધીને 17 થઈ ગઈ હતી જ્યારે અગાઉના દિવસે માત્ર 5 નોંધાયા હતા. ગાંધીનગર શહેરમાં એક દિવસમાં કેસની સંખ્યા 7થી વધીને 10 થઈ ગઈ છે.અત્રે નોંધનીય છે કે ગુજરાતના 17 જિલ્લાઓ એવા છે કે જ્યાં એક પણ કેસ નોંધાયો નથી.

Your email address will not be published.