ગુજરાતે મીંઢોળા-સાબરમતી અને તાપી નદીની સફાઈ માટે 1010 કરોડ ખર્ચ્યાઃ કેન્દ્ર

| Updated: August 2, 2022 4:24 pm

ગુજરાત (Gujarat) સરકારે સાબરમતી(Sabarmati), મીંઢોળા અને તાપી (#TAPI)નદીઓને સાફ કરવા માટે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના (એનઆરસીપી) હેઠળ જુન સુધીમાં 1,010 કરોડ રકમ ખર્ચ્યા છે. આ રકમ આ સમયગાળા દરમિયાન કોઈપણ રાજ્યએ નદી સ્વચ્છતા અભિયાન હેઠળ ખર્ચેલી રકમ કરતાં વધુ છે.

સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)ની સ્થાપના એ આ કાર્યક્રમના મુખ્ય ઘટકોમાં એક છે, જ્યાં ગુજરાતની ત્રણ નદીઓ માટે લગભગ 1,790 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, એમ ગયા સપ્તાહે જલ શક્તિના કેનદ્રીય રાજ્યમંત્રી બિશ્વેશર ટુડુએ આપેલા લેખિત જવાબમાં જણાવાયું છે.

ગયા અઠવાડિયે લોકસભામાં નદીઓની સફાઈ અને કાયાકલ્પ એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. રાજ્યોની પ્રાથમિક જવાબદારી છે કે તે સુનિશ્ચિત કરે કે તેમના અધિકાર ક્ષેત્રમાં સ્થિ શહેરી સ્થાનિક સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમો, નદીઓ અને અન્ય જળાશયો, દરિયાકાંઠાના પાણી અથવા જમીનમાં વિસર્જન કરતા પહેલા નિયત ધારાધોરણો અનુસાર ગટર અને ઔદ્યોગિક પ્રવાહની પ્રક્રિયા કરે છે. તેમા પ્રદૂષણને નિયંત્રિત કરો.

તેમણે ઉમેર્યુ હતું કે ગંગા તટપ્રદેશની નદીઓ માટે નમામી ગંગે જેવી યોજનાઓ દ્વારા અને કેન્દ્ર દ્વારા પ્રાયોજિત એનઆરસીપી યોજના દ્વારા દેશભરની નદીઓના પ્રદૂષિત વિસ્તારોમાં પ્રદૂષણ ઘટાડવા માટે નાણાકીય અને ટેકનોલોજીકલ સહાય પૂરી પાડીને રાજ્યોના પ્રયાસને પૂરક બનાવી રહ્યુ છે. ભંડોળની પેટર્ન કેન્દ્ર અને રાજ્ય વચ્ચે 60-40ના ગુણાંકમાં છે.

કેન્દ્રીય પ્રદૂષણ અંકુશ બોર્ડ (સીપીસીબી) દ્વારા 2018માં પ્રકાશિત છેલ્લા અહેવાલ મુજબ ગુજરાતમાં અલખાડી, ભાદર, ભોગાવો, ખારી સાબરમતી, વિશ્વામિત્રી, ધાદર, ત્રિવેણી, અમરાવાતી (નર્મદાની ઉપનદી), દમણગંગા સહિત 20 પ્રદૂષિત નદીઓ છે. કોલક, માહી, શેઢી, તાપી, અનાસ ,બલેહરવાડી, કીમ, મીંધોળા અને નર્મદાનો પણ તેમા સમાવેશ થાય છે.

એનઆરસીપીએ દેશના 16 રાજ્યોમાં ફેલાયેલા 78 શહેરોમાં 35 નદીઓ પરના પ્રદૂષિત વિસ્તારોને આવરી લીધા છે. તેમા 6,142 કરોડના પ્રોજેક્ટને મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 2,745.70 મિલિયન લિટર સ્યુએજ ટ્રીટમેન્ટ ક્ષમતા કાર્યાન્વિત કરવામાં આવી છે. વિવિધ પ્રદૂષણ નિવારણ યોજનાઓના અમલીકરણ માટે કેન્દ્રીય હિસસા તરીકે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 2,799 કરોડની રકમ જારી કરવામાં આવી છે.

ગુજરાત પ્રદૂષણ નિયમન બોર્ડ (જીપીસીબી)ના 2020-21ના વાર્ષિક અહેવાલ મુજબ રાજ્યમાં કુલ 11,588 એફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. જો કે રાજ્યમાં પ્રદૂષણને લઈને ચિંતાઓ યથાવત છે. જીપીસીબીના એક અધિકારીએ જણાવ્યું હતું કે એનઆરસીપીમાંથી ફંડ સીધુ મ્યુનિસિપલ કોર્પોરેશનોને ટ્રાન્સફર કરવામાં આવે છે.

Your email address will not be published.