આઈપીએલ 2022ના ટેબલ ટોપર્સ ગુજરાત ટાઇટન્સે ગુજરાત દિવસની ઉજવણી કરી

| Updated: May 2, 2022 2:42 pm

આઈપીએલ (IPL) ટેબલ ટોપર્સ ગુજરાત ટાઇટન્સની ટીમે રવિવારે તેમની હોટલમાં પરંપરાગત કાર્યક્રમ સાથે ગુજરાત દિવસની ઉજવણી કરી હતી. આ ઉત્સવનો હેતુ ગુજરાતની સ્થાપનાની 62મી વર્ષગાંઠની ઉજવણી કરવાનો હતો.

ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ રવિવારે સાંજે હોટલમાં ગરબા અને ગુજરાતી જમણવાર માટે ભેગા થયા હતા.

ખેલાડીઓએ સંગીત પર નૃત્ય અને ગરબા રજૂ કર્યા હતા, જેમાં કેટલાક વિદેશી ખેલાડીઓએ પરંપરાગત નૃત્યનો પણ પ્રયાસ કર્યો હતો.

ગુજરાત ટાઇટન્સ આઈપીએલની (IPL) ટોચની ટીમ છે, જેણે તેની નવમાંથી આઠ મેચ જીતી છે.

આ પણ વાંચો: ઉનાળામાં ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો આ ઘરગથ્થુ ઉપચાર કામમાં આવશે

Your email address will not be published.