ટોસની બોસ બની ગુજરાત ટાઈટન્સ, પોઈન્ટ ટેબલમાં ફરીથી નંબર-1

| Updated: April 23, 2022 7:58 pm

આઈપીએલની આજની મેચમાં હાર્દિક પંડ્યાએ શાનદાર કેપ્ટનશીપ મેચ રમી હતી. ગુજરાત ટાઈટન્સે કોલકાતાને 8 રનથી હરાવ્યું હતું. કોલકાતાની સતત આ ચૌથી હાર છે અને ગુજરતા ટાઈટન્સની સતત ત્રીજી જીત છે. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ગુજરાત ટાઈટન્સની 7 મેચમાં આ છઠ્ઠી જીત છે. આની સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં પણ 12 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને આવી ગઈ છે. ટીમ અત્યાર સુધી માત્ર એક જ મેચ હારી છે. તે જ સમયે કોલકાતાની 8 મેચમાં આ 5મી હાર છે, જ્યારે KKR અત્યાર સુધી માત્ર 3 મેચ જીતી શકી છે.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 156 રન કર્યા હતા. આ દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યાએ સિઝનની ત્રીજી ફિફ્ટી ફટકારી તો બીજી બાજુ કોલકાતાના આંદ્રે રસેલે છેલ્લી ઓવરમાં 5 રન આપી 4 વિકેટ લીધી હતી.

મેચમાં 1 વિકેટ લેવાની સાથે જ રાશિદ ખાને IPLમાં 100 વિકેટ પૂરી કરી લીધી હતી. તેણે વેંકટેશ અય્યર (17)ને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. રાશિદ IPLમાં વિકેટની સદી ફટકારનારો એકંદરે 16મો અને ચોથો વિદેશી ખેલાડી બન્યો છે. આની સાથે રાશિદ IPLમાં સૌથી ફાસ્ટ 100 વિકેટ લેનારો વિદેશી સ્પિનર ​​પણ બની ગયો છે. તેણે આ રેકોર્ડ 83 ઇનિંગ્સમાં બનાવ્યો છે.

યશ દયાળે આ ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેવામાં 13મી ઓવરના ચોથા બોલ પર તેણે રસેલને આઉટ કર્યો હતો. કોલકાતાનો વિસ્ફોટક બેટર રસેલ પુલ કરવા જતા ફાઈન લેગ પર કેચઆઉટ થયો હતો. જોકે અમ્પાયરે નો બોલ હોવાની જાહેરાત કરતા ગુજરાતની ટીમ નિરાશ થઈ ગઈ હતી.

Your email address will not be published.