Gujarat university: હવે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પણ CCTV અને વીડિયો વોલથી હશે સજ્જ

| Updated: August 1, 2022 5:58 pm

હાલમાં થોડા દિવસો પહેલા નિર્ણય સરકાર દ્રારા કરવામાં આવ્યો છે કે એક હજારથી વધુ લોકો એકત્ર થતા હોય કે અવરજવર હોય તે જગ્યા પર સીસીટીવી લગાડવામાં આવે અને તેને ફરજીયાત કરવામાં આવ્યા.

તો તેની અમલવાર સૌથી પહેલા ગુજરાત યુનિવર્સિટી દ્રારા કરવામાં આવી છે.યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય કરાયો છે.સરકાર દ્રારા લોકોના હિતમાં સલામતી અને સુરક્ષાના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે અને તેની શરૂઆત ગુજરાત યુનિવર્સિટીએ કરી છે.તેની સાથે યુનિવર્સિટી સંલગ્ન 350 કોલેજોએ ઓડિટ આપવું ફરજિયાત કરાયું છે.

હવે 1 હજારથી વધુ લોકોની અવરજવર હશે તેવા સ્થળોએ CCTV લગાવાશે

રાજયના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.જાહેર સ્થળો-મોટી સંખ્યામાં લોકોની અવર-જવર વાળા સ્થાનો સાથે હવે એક જ સમયે 1 હજારથી વધુ લોકો ભેગા થતા હોય કે દિવસ દરમ્યાન 1 હજાર લોકોની અવર-જવર હોય તેવી સંસ્થાઓએ સી.સી.ટીવી કેમેરા લગાવવાના રહેશે.જાહેર સલામતિ સમિતી દ્વારા ભલામણ કરાયેલા પગલાં 6 મહિનાની અંદર સંબંધિત સંસ્થાઓએ ગોઠવવાના રહેશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા એક મહત્વનો નિર્ણય કર્યો છે

Your email address will not be published.