છેલ્લા બે મહિનાથી રાહ જોઈ રહેલ સરકાર કોરોના સામે લાચાર, કરોડોનો ખર્ચ કોના માથે?

| Updated: January 6, 2022 5:55 pm

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે અંતે ગુજરાત સરકાર જાગી. ગાંધીનગર ખાતે આગામી બે દિવસ યોજનારી 10મી ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ હાલ સરકારે મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સમિટને લઈ સરકાર દ્વારા છેલ્લા બે મહિનાથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. જો કે, સરકાર દ્વારા કરવામાં આવેલ અંદાજિત 85 કરોડનો ખર્ચ હવે કોના માથે આવશે?

ગુજરાતમાં આગામી બે દિવસ યોજનારી આ વાઈબ્રન્ટ સમિટમાં સરકારે ઘણા સપના જોયા હતા. આ સમિટમાં દેશના મહાન ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કે.એમ બિરલા, સુનીલ ભારતી મિત્તલ, અશોક હિન્દુજા, એન. ચંદ્રશેખરન, અને હર્ષ ગોએન્કા હાજર રહેવાના હતા. આ સમિટમાં 26 દેશ પાર્ટનર કન્ટ્રી-દેશ તરીકે જોડાયા હતા.

કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ આ તમામ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત વિકાસનું વૈશ્વિક મોડલ છે અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશ્વભરના મૂડીરોકાણકારો, ઉદ્યોગકારો, રોકાણકારો માટે એક સક્ષમ પ્લેટફોર્મ બની રહી છે. આ સમિટમાં વિવિધ દેશોના વડાઓ, મહાનુભાવો, ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળો તેમજ દેશભરના વેપાર-ઉદ્યોગજગતના સંચાલકોએ ભાગીદારી માટે ઉત્સાહ દર્શાવ્યો હતો અને રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું.

રાજયમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. તો પણ સરકાર વાઈબ્રન્ટ યોજવાની જીદ સાથે આગળ વધી રહી હતી. જેના લઈ કેટલાક ઉચ્ચ અધિકારીઓ ભારે નારાજ પણ થયા હતા.

Your email address will not be published. Required fields are marked *