વડાપ્રધાન આવતા પહેલા જ તંત્રની તૈયારીઓ ઉભરી આવી, પીએમ મોદીનું 71 ફુટ ઉંચું પોસ્ટર 24 કલાક પણ ન ટક્યું

| Updated: June 16, 2022 6:26 pm

આગામી 18 તારીખે દેશના વડાપ્રધાન પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પાર્ટી દ્વારા તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં લગાવવામાં આવેલ વડાપ્રધાનનું 71 ફુટ ઉંચું પોસ્ટર 24 કલાક પણ ટક્યું ન હતું. ભારે હવાને કારણે પોસ્ટર ફાટી ગયું છે.

પીએમ મોદીની મુલાકાતને લઈ વડોદરામાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પીએમ મોદીનું 71 ફુટ ઉંચુ પોસ્ટર માત્ર 24 કલાકમાં જ ફાટી ગયું છે. આ પોસ્ટર ભારે હવાના કારણે ફાટ્યું હોવાની આશંકા છે. પોસ્ટરમાં હવા પસાર થવા માટેની જગ્યા‌ ન હોવાને કારણે ફાટ્યું છે. ગુજરાત મુલાકાત દરમિયાન PM પ્રધાનમંત્રી આવાસ યોજનાના 8907 ઘરોનું ઉદ્ઘાટન પણ કરશે. આ ઉપરાંત તેઓ વડોદરામાં ડાયનેમિક બિલ્ડિંગ અને રેલવેના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત અમદાવાદથી બોટાદ વચ્ચે દોડતી ટ્રેનને પીએમ લીલી લીલી ઝંડી બતાવશે.

તમને જણાવી દઈએ કે આ પહેલા 10મી જૂને પણ PM ગુજરાત પ્રવાસ પર હતા જ્યાં તેમણે ઘણા મોટા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ દરમિયાન PM એ અમદાવાદમાં ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન (IN-SPACE) હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કર્યું, જે ગુજરાતમાં અવકાશ ક્ષેત્રમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપવાના ભારતના પગલાને મજબૂત બનાવ્યું.

Your email address will not be published.