ગુજરાત વાલી એકતા મંડળે શિક્ષણ મંત્રીને ઓનલાઈન અભ્યાસ શરુ કરાવવા માટે અપીલ કરી

| Updated: January 6, 2022 5:02 pm

રાજયમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતની ઘણી શાળાઓમાં બાળકો કોરોના સંક્રમિત થતા વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ત્યારે વાલી મંડળ એકતા સમિતિ દ્વારા બાળકોના જીવની ચિંતા કરી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને ઓફલાઈન શિક્ષણ બંધ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

ગુજરાત વાલી એકતા મંડળે શિક્ષણ મંત્રીને અપીલ કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શાળાએ જતા બાળકો પણ કોરોના સંક્રમિત જોવા મળી રહ્યો છે. જેથી આગળના સમયમાં હજી વધારે વિદ્યાર્થીઓ સંક્રમિત ન થાય તે માટે ઓફલાઈન શિક્ષણ બંધ કરી ફરી ઓનલાઈન અભ્યાસ શરુ કરી દેવો જોઈએ.

વધુમાં જણાવ્યું કે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓ માટે પણ સમીક્ષા કરી ઓફલાઈન શિક્ષણ માટેની નવી ગાઈડ લાઈન જાહેર તેનું ચોક્સાઈથી પાલન કરાવવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને સાથે-સાથે વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવામાં આવે અને વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈપણ જાતના દબાણ વગર ઓનલાઈન/ઓફલાઈન શિક્ષણ અંગે પોતાની પસંદગી કરવા દેવામાં આવે.

(પ્રતિકાત્મક તસવીર)

Your email address will not be published.