ગુજરાત બનશે કાશ્મીર: બે દિવસ કાતિલ ઠંડીની આગાહી

| Updated: January 9, 2022 6:05 pm

ગુજરાતમાં માવઠાની અસર ઓછી થતા હવે બે દિવસ વરસાદની આગાહી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.ગુજરાતમાં કાશ્મીરનો અનૂભવ થશે કેમકે બે ગુજરાતમાં તાપમાન બે દિવસ લઘુતમ તાપમાનમાં ધટાડો જોવા મળશે.

આજની જો વાત કરવામાં આવે તો કચ્છનું નલિયા 6.9 ડીગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર બન્યું નોંધાયું છે.કચ્છમાં આગામી બે દિવસ માટે ‘યલો એલર્ટ’ જાહેર કરી દેવામાં આવ્યું છે.અને સાથે જ આગામી 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ચાર ડીગ્રી સુધી ગગડી જશે જેના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળશે.

આ પણ વાંચો: UP Assembly election 2022: આવતીકાલે યુપી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની મોટી બેઠક,ઉમેદવારોની જાહેરાત કરશે

તાપમાન ચાર ડીગ્રી સુધી ગગડતાં ઠંડીનું મોજું ફરી વળશે.

આગામી 3 દિવસમાં તાપમાનમાં 4 ડીગ્રીનો ઘટાડો થશે તેવી જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.અને જો અમદાવાદની વાત કરવામાં આવે તો 10 ડીગ્રીથી નિચે કાલે રાત્રીના સમય દરમિયાન લઘુતમ તાપમાન ગગડી ગયું જોવા મળ્યું હતું.હજુ થોડા દિવસ આ લઘુતમ તાપમાનમાં ધટાડો થશે.6 વર્ષથી જાન્યુઆરીમાં કમસેકમ એકવાર લઘુતમ તાપમાનનો પારો 10 ડીગ્રીથી નીચે નોંધાયો છે.તા.16 અને 17મી જાન્યુઆરીના રોજ કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે તેવી હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે.થોડા દિવસ પહેલા માવઠાની આગાહી કરવામાં આવી હતી તે સમય દરમિયાન ગુજરાતના 16 તાલુકામાં માવઠું થયું હતું.

Your email address will not be published.