અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના

| Updated: January 6, 2022 10:04 pm

અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી આપી છે. ગુરુવારે દિવસભર વરસાદી છાંટા પડ્યા હતા. અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો સામાન્યથી ચારથી પાંચ ડિગ્રી ઓછો રહ્યો હતો. જેના કારણે દિવસભર વાતાવરણ ઠંડુ રહ્યું હતું.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૃચ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં જ્યારે રવિવારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ગઇ કાલ એટલે બુધવારથી જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાત્રે ઝરમર વરસાદ થયો હતો. ત્યારે આજે ગુરુવારે સવારથી જ સૂર્યનારાયણે દર્શન દીધા ન હતા અને વરસાદી છાંટા પડ્યા હતા. જેના કારણે દિવસ વાદળ છાંયા વાતાવરણ વચ્ચે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. વહેલી પરોઢે હવામાં ભેજનુ પ્રમાણ વધુ હોવાને કારણે ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેના કારણે 200 મિટર દુરનું દ્રષ્ય પણ બરોબર દેખાતુ ન હતું. જેથી નેશનલ અને સ્ટેટ હાઇવે પર વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આગામી દિવસોમાં ઉત્તર-પૂર્વિય પનને કારણે ગાત્રો થિજવી દેતી ઠંડી પડવાના એંધાણ છે.

Your email address will not be published.