વડોદરાઃ વિદેશમાં કોરોનાના ઓમિક્રોનના પેટા વાઇરસ BA.5 હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે હવે ભારતમાં પણ આ વાઇરસની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યમાં વડોદરામાં આ વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો છે.
સાઉથ આફ્રિકાથી આવેલો 29 વર્ષનો યુવક કોરોના પોઝિટિવ થયો હતો. તેના સેમ્પલ ગાંધીનગર ખાતે આવેલી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. બંને વખત નીકાળવામાં આવેલા રિપોર્ટમાં પણ ઓમિક્રોન BA.5 હોવાની વાતને સમર્થન મળ્યું હતું. યુવકના સંપર્કમાં આવેલા તમામની ચકાસણી કરવામાં આવી છે. હાલમાં તેમનામાં કોરોનાના કોઈ લક્ષણો જણાયા નથી, પણ તેમને આઇસોલેટ થવા અને બીજાના સંપર્કમાં ન આવવા જણાવી દેવાયું છે.
ભારતમાં હાલમાં કોરોના ભલે અંકુશમાં આવી ગયેલો ગણાતો હોય પરંતુ તેના નવા વેરિયન્ટ સામે આવી રહ્યા છે. ઓમિક્રોનના વેરિયન્ટના ખતરાની સાથે મન્કીપોક્સે પણ ચિંતામાં વધારો કર્યો છે. હવે તેવામાં ઓમિક્રોનના સબવેરિયન્ટનો ભય સામે આવ્યો છે. નવા સબ વેરિયન્ટ BA.4 અને BA.5ને સમર્થન આપવામાં આવી ચૂક્યું છે. તેમા એક કેસ તમિલનાડુ અને બીજો કેસ તેલંગણામાં આવ્યો છે.
ઇન્ડિયન સાર્સ કોવ-ટુ સિકવન્સિંગ એસોસિયેશન (INSACOG)એ રવિવારે જણાવ્યું હતું કે તમિલનાડુમાં એક મહિલા સબ વેરિયન્ટ BA.4થી સંક્રમિત થયેલી મળી આવી છે. મહિલામાં તેના હળવા લક્ષણો છે. તેણે કોરોનાની રસીના બંને ડોઝ લીધા છે અને તેનો ટ્રાવેલ હિસ્ટરી પણ નથી.
તેલંગણામાં પણ એક વ્યક્તિ BA.5થી સંક્રમિત થયેલો મળી આવ્યો છે. આ વ્યક્તિએ પણ કોરોનાની રસીના બંને ડોઝ લીધા છે અને તેનો ટ્રાવેલ હિસ્ટરી પણ નથી. કોરોનાના વેરિયન્ટ ઓમિક્રોનના પેટા વેરિયન્ટ BA.4 અને BA.5ના કેસ સાઉથ આફ્રિકામાં સૌપ્રથમ વખત નોંધાયા હતા. હવે બીજા દેશોમાં તે ફેલાઈ રહ્યા છે. હવે બીજા દેશોમાં પણ આ વાઇરસ ફેલાઈ રહ્યો હોવાની વાતને સમર્થન આપવામાં આવી રહ્યું છે. ગુજરાત પહેલા મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારનો એક કેસ મળી આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભારતમાંથી BA.4 સબ વેરિયન્ટની વિગતો નવ મેના રોજ નોંધાવામાં આવી હતી. તેને સમર્થન આપતા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના વૈજ્ઞાનિકે એમ પણ જ