ઓસ્ટ્રેલિયામાં ગુજરાતીઓ મન ભરીને ઝૂમ્યા, નવરાત્રિ પહેલા ગરબાની રમઝટ

| Updated: July 30, 2022 12:03 pm

કોરોના કારણે છેલ્લા બે વર્ષથી ગુજરાતીઓ ગરબા રમી શક્યા નથી પરંતુ હવે લાગે છે આ વખતે ગુજરાતીઓ ગરબા રમશે.

વિદેશમાં તો અત્યારથી જ ગરબા રમવાની શરૂઆત થઇ ગઇ છે.ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓએ ગરબાનું આયોજન કર્યું હતું.સિંગર સાગર પટેલના તાલે લોકોએ રમઝટ બોલાવી છે.

નવરાત્રિને તો હજુ ધણી વાર છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓ જાણે ખુબ જ આતૂર હોય ગરબા રમવા માટે તેવું જોવા મળી રહ્યું છે.પ્રિ-ગરબા ઈવેન્ટનું આયોજન કરીને ગુજરાતીઓ ગરબાના તાલે નાચયા હતા.આ આયોજનમાં મોટી સંખ્યામાં ગરબના શોખીન લોકો આવી પહોંચ્યા હતા.

ગુજરાતીઓ દેશમાં હોય કે વિદેશમાં પોતાની સંસ્કૃતિ કયારે પણ ભુલતા નથી અને હમેંશા તેઓ ગરબા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે છે.નવરાત્રી સમયે અમેરિકા, યુકે, ઓમાન, આફ્રિકામાં પણ ગરબાનું આયોજન કરવામાં આવે છે.તેમનો પ્રયાસ એવો હોય છે કે તેઓ મુલ્કના ઉત્સવોથી દૂર ન રહે

આશિષ પટેલ અને જય ગજાનન ગ્રુપ દ્વારા દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે. જેનું આયોજન ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવે છે

Your email address will not be published.