ગુજરાતીઓ કાતિલ ઠંડી માટે તૈયાર રહે, આ બે દિવસોમાં પડશે ભારે ઠંડી

| Updated: January 10, 2022 2:23 pm

છેલ્લી 24 કલાકમાં જ લઘુતમ તાપમાનમાં 7 ડિગ્રીનો કડાકો નોંધાયો છે.બનાસકાંઠા અને પાટણના સરહદી વિસ્તારમાં હાડ થિજાવતી ઠંડી (cold) પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આગામી બે દિવસ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.અને તેની સાથે ઠંડા (cold) પવનો પણ ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાદ દ્વારા બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમાં કાતિલ ઠંડીનું (cold) મોજું ફરી વળશે તેવી આગાહી કરવામાં આવે છે.કાલ રાતની જો વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત ગાંધીનગરમાં 7 અને અમદાવાદમાં 9.1 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાનનો પારો નોંધાયો હતો.કાલ રાત્રે અમદાવાદ અને ગાંધીનગર ઠંડુગાર બન્યું હતું.હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગે સતત બે અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના યલો એલર્ટ હેઠળના વિસ્તારોમાં ઠંડા (cold) પવનો ફૂંકાવાની પણ આગાહી કરી છે. તેની સાથે તાવ અને શરદીના દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, બુઝુર્ગો સહિતના લોકોને કોલ્ડવેવની અસરથી તકલીફ થવાની પણ ચેતવણી આપી છે. આ તકલીફો વાળા લોકોને ઠંડી બચવા હવામાન વિભાગે સ્વેટર સહિતના પ્રેકોશન્સનો ઉપયોગ કરવા માટે જણાવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે ઉત્તરાયણના બે દિવસમાં કાતિલ ઠંડી પડશે.અને તેની સાથે 16 થી 18 જાન્યુઆરીની વરસાદની આગાહી કરવામાં આવી છે.ઉત્તરાયણના બે દિવસમાં ગુજરાતીઓ બરાબરના ઠૂંઠવાશે તેવું આ લાગી રહ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત બનશે કાશ્મીર: બે દિવસ કાતિલ ઠંડીની આગાહી

માઉન્ટ આબુમાં માયનસ બે ડિગ્રી તાપમાન આજે સવારે જોવા મળ્યું હતું.અને તેની સાથે પાણી બરફ થઇ ગયું હોવાનું પણ સામે આવ્યું હતું.અને તેની સાથે આ ઠંડીના(cold) કારણે ત્યાંનુ જનજીવન પર પ્રભાવિત થયું જોવા મળી રહ્યું છે.પાણીના કુંડ, ગાડીઓ અને બગીચામાં બરફ છવાયો હતો. જો કે માઇનસ તાપમાનમાં પણ સહેલાણીઓ માઉન્ટ આબુની ઠંડીની મજા માણી રહ્યા છે.
આગામી ચાર-પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

Your email address will not be published. Required fields are marked *