ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવનું આયોજન

| Updated: April 22, 2022 3:32 pm

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આયોજિત લીડરશીપ કોન્ક્લેવ માટે બે ડઝનથી વધુ અગ્રણી રાષ્ટ્રીય અને પ્રાદેશિક ટેક્સટાઇલ એસોસિએશનના નેતાઓ શનિવારે અમદાવાદમાં ભેગા થઈ રહ્યા છે. આ કાર્યક્રમ વૈષ્ણોદેવી સર્કલ પાસેના શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ટેક્સટાઈલ ટાસ્ક ફોર્સે આ કોન્ક્લેવનું આયોજન કર્યું છે, જેમાં ટેક્સટાઈલ એસોસિએશનના વરિષ્ઠ પ્રતિનિધિઓ કેન્દ્રીય ટેક્સટાઈલ રાજ્ય મંત્રી- દર્શનાબેન જરદોશ, ગુજરાતના ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલ,ઉપરાંત ટેક્સટાઈલ કમિશનર- રૂપ રાશિ મહાપાત્રા અને સરકારના પ્રતનિધિઓ સાથે વાતચીત કરાશે.

આ લીડરશીપ કોન્ક્લેવનો હેતુ ટેક્સટાઇલ ઉદ્યોગ માટે વર્તમાન બાબતો/FTA/વૃદ્ધિ યોજના પર ચર્ચા કરવા અને કાપડ ઉધોગને પ્રોત્સાહન આપવા માટે ઉત્પાદક પદ્ધતિઓ સૂચવવા અને ઓળખવા માટે સરકાર અને ઉદ્યોગ વચ્ચે અર્થપૂર્ણ સંવાદ યોજવાનો છે.

GCCIની એક ટીમે મંત્રીઓ અને સરકારી પ્રતિનિધિઓ માટે પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે પ્રાદેશિક અને રાષ્ટ્રીય સંગઠનોના ઇનપુટ્સ પર આધાર રાખ્યો છે.

આ વાર્તાલાપમાં જીનીંગ, સ્પિનિંગ, વણાટ, પ્રોસેસ હાઉસ, ગારમેન્ટ ઉત્પાદકો, ટેક્નિકલ ટેક્સટાઇલ ઉત્પાદકો અને મશીનરી ઉત્પાદકો સહિત દેશભરના વિવિધ ઉદ્યોગોમાંથી 700 સહભાગીઓ આવવાની અપેક્ષા છે. કોન્ક્લેવના વક્તાઓમાં પુનિત લાલભાઈ (અરવિંદ ગ્રુપ), કુ. દિપાલી ગોએન્કા (વેલસ્પન ગ્રુપ), રાજેન્દ્ર અગ્રવાલ (ડોનર ગ્રુપ), મોહન કાવરી (સુપ્રીમ ગ્રુપ) અને રોહિત પાલ (ઈન્ફિલૂમ)નો સમાવેશ થાય છે.

GCCI ની ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટ એ એક નિયમિત પહેલ છે જે અનેક રાષ્ટ્રીય અને પ્રાદેશિક જૂથોને એક પ્લેટફોર્મ પર એકસાથે લાવે છે. આમ કરવાથી, તે સરકારને વિચારો અને ભલામણોનો એકીકૃત સમૂહ આપે છે.


Your email address will not be published.