ગુજરાતનું વાતાવરણ બદલાશે, અંબાલાલ પટેલે કરી આ આગાહી

| Updated: May 9, 2022 1:56 pm

ગરમીથી લોકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે ત્યારે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.થોડા જ દિવસોમાં ગુજરાતનું વાતાવરણ બદલાઇ જશે અને તેની સાથે કમોસમી વરસાદ પણ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

વાતાવરણ બદલવાના કારણે ગરમીમાંથી રાહત મળશે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની સાથે ગુજરાતમાં ઓફિશિયલી વરસાદ ક્યારથી આવશે તેની પણ આગાહી કરવામાં આવી છે જેને લઇને એક બાજુ ચિંતા જોવા મળી છે અને એક બાજુ રાહત મળશે.કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન થશે અને તેની સાથે વરસાદની જો વાત કરવામાં આવે તો વરસાદથી વાતાવરણાં ઠંડક જોવા મળશે.

આગામી 9 મે થી ગુજરાતનું હવામાન પલટાશે તેમ અંબાલાલ દ્રારા આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચો-શિવાંગી જોષીનું સ્પેશિયલ શૂ કલેક્શન જુઓ તમને પણ પસંદ આવે તો ખરીદી શકો છો…

25 મેથી 4 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા જોવા મળી રહી છે તેની સાથે જો વાત કરવામાં આવે તો 15 જૂન આસપાસ સારા વરસાદની શક્યતા સેવાઇ રહી છે.આ ચક્રવાતના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે.

વાવાઝોડું અસાની વધુ ખતરનાક બની રહ્યું છે. જેના કારણે અનેક વિસ્તારોમાં તોફાન અને વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઇને લોકોને ચેતવણી સાથે સલાહ સુચન પણ આપવામાં આવ્યું છે.વાવાઝોડાના ખતરાને જોતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના તમામ કાર્યક્ર્મ રદ્દ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે.

Your email address will not be published.