ટ્રેડિશનલ મેડિસિનના મોરચે ગુજરાતનું પ્રદાન અનુકરણીયઃ મોરેશિયસ

| Updated: April 20, 2022 3:34 pm

ગાંધીનગરઃ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ-2022માં હાજરી આપવા આવેલા મોરિશિયસના વડાપ્રધાન પ્રવિદકુમાર જગનૌથે જણાવ્યું હતું કે પરંપરાગત ચિકિત્સાને જાળવી રાખી અને તેની વૃદ્ધિ કરવી ઘણી મહત્વની છે. જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)નું કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે તે બતાવે છે કે ગુજરાત પરંપરાગત દવાઓના મોરચે આગળ છે.

આયુષ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના એમઓયુ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ અને આર્જેન્ટિના વચ્ચે એમઓયુ થયા હતા. બ્રાઝિલ, કેનેડા, મેક્સિકો સહિતના દેશોની વિવિધ સંસ્થાઓ વચ્ચે એમઓયુ થયા હતા.

ગુજરાત ફક્ત પરંપરાગત દવાઓ જ નહી પણ મેડિકલ ઇન્વેસ્ટમેન્ટમાં આગળ છે. ઘણી દવા કંપનીના માલિક ગુજરાતી છે. તેમણે જણાવ્યું હતું કે મોરેશિયસમાં આયુષની પ્રેક્ટિસ થાય છે. ભારતને પરંપરાગત દવાઓના મોરચે વિશ્વની ફાર્મસી કહેવાય છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની મારી મુલાકાત ઘણી ફળદાયી રહી હતી. ગુજરાતનું ભોજન અને ગુજરાતનું આતિથ્ય માણીને આનંદ થયો.

વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર જનરલ ડો. ટ્રેડોસે જણાવ્યું હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપનાને પણ 75 વર્ષ થયા છે અને ભારતની આઝાદીને પણ ચાલુ વર્ષે 75 વર્ષ થઈ રહ્યા છે. તેના લીધે ટ્રેડિશનલ મેડિસિન પર થતાં કાર્યમાં રસ પડ્યો અને તેની સ્થાપના કરવાના આમંત્રણને મેં સ્વીકાર્યુ છે.

તેમણે જણાવ્યું હતું કે પરંપરાગત પદ્ધતિ એક વૈકલ્પિક પદ્ધતિ તરીકે ઉપસી આવી છે તે હકીકત છે. કોરોનાની મહામારીએ આ વાત પુરવાર પણ કરી છે. લોકો એલોપેથીની દવાઓથી સાજા થતા હતા તો તેની સાથે-સાથે વૈકલ્પિક પદ્ધતિના લીધે એલોપેથીની દવાઓની આડઅસર ઓછી રહેતી હતી. આ પ્રકારના કેન્દ્રોની સ્થાપનાના લીધે આયુર્વેદિક અને પરંપરાગત સારવાર પદ્ધતિઓનો વ્યાપ વધશે. હુનું નવું કેન્દ્ર મેડિસિન સહિતના ડેટા પર પણ કામ કરશે.વડાપ્રધાન મોદી હંમેશા એક વિશ્વની અને વસુધૈવકમ કુટુંબકમની વાત કરે છે. તેની પ્રતીતી ભારતમાં આવીને થાય છે. તેમણે સ્પીચનો પ્રારંભ જ ગુજરાતીથી કર્યો હતો.

Your email address will not be published.